તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વાલોડ-બુહારી માર્ગ પર આગથી ઝાડ તૂટી પડયું, બીજું સળગતાં ટ્રાફિકજામ

વાલોડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાહદારીઓને નજીકથી પસાર થવું મુશ્કેલ હતું

બુહારી માર્ગ પર રાનવેરી બસ સ્ટેન્ડની સામે એક ઝાડમાં આગ લાગતાં ઝાડ માર્ગ પર તૂટી પડ્યું હતું અને બીજા ઝાડ સળગી રહ્યો હોય. ટ્રાફિક જામ થયો હોય અને આગને કારણે અકસ્માતની ભિતી હોવાથી તાત્કાલિક વહીવટીતંત્ર અને સ્થાનિક રહીશોએ ઝાડને માર્ગ પરથી દૂર કરતા ટ્રાફિક જામ ખોલવામાં આવ્યું હતુ.વાલોડ તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી માર્ગ પર રાનવેરી ગામના બસ સ્ટેન્ડની સામે ગતરોજ બપોરના સમયે આગ લાગી હતી, જે આગની લપેટમાં માર્ગની બાજુમાં ઉભેલા વડના ઝાડની થડમાં આગ લાગી ગઈ હતી, જેને કારણે ગતરોજ રાહદારીઓને નજીકથી પસાર થવું મુશ્કેલ હતું.

મોડી સાંજે મહાકાય વડનું વૃક્ષમાં આગ લાગી જતા ઝાડ માર્ગ પર તૂટી પડ્યું હતું. જેને કારણે અવર જવર કરનારા વાહનોની એક જ લાઈન ચાલુ હોય રાત્રિના સમયે અકસ્માતની ભિતી રહી હતી, જ્યારે વડના ઝાડની બાજુમાં ઉભેલા સામરનું ઝાડ પણ આગની લપેટમાં હોય ગમે ત્યારે તૂટી પડવાની આશંકાના લીધે તાપી જિલ્લાના મહામંત્રી પંકજભાઈ ચૌધરી ગોલણ ખાતે પરત થતા જોયું હતું, સ્થળ પર રોકાઈ જઈ બનાવ અંગે વહીવટીતંત્રને જાણ કરતા વાલોડના ઈન્ચાર્જ મામલતદાર નરેન્દ્રભાઈ ધોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઝાડને માર્ગ પરથી દૂર કરી આગ ઓલવવા માટે કવાયત હાથ ધરી હતી.

નરેન્દ્રભાઇ અને વાલોડ પોલીસે WCCB ના વોલેન્ટિયર ઈમરાનભાઈ વેદને, HIL કંપનીમાંથી ફાયર સેફ્ટીના સાધનો, જેસીબી, પાણીનો ટેન્કર, વાલોડ પોલીસને જાણ કરતા તમામ સાધન સામગ્રી સાથે સ્થળ પર આવી ગયા હતા. જેસીબી અને અન્ય સાધનોની મદદથી માર્ગ પરથી પ્રથમ વડનો ઝાડ રસ્તા પરથી દૂર કરવામાં આવ્યો હતો, જ્યારે બાજુમાં સળગી રહેલ સામરનું સુકું ઝાડના થડમાં પણ આગ લાગી હોય રાત્રિ દરમિયાન કોઈપણ ક્ષણે જમીનદોસ્ત થઈ અકસ્માતની ભીતિ સેવાઇ રહી હોવાથી સામરના ઝાડમાં લાગેલ આગને ઓલવી દઈ તેને પણ જમીનદોસ્ત કરી અકસ્માતમાંથી મુક્ત કરી માર્ગ ખુલ્લો કર્યો હતો, ટ્રાફિક એકાદ કલાક માટે ખોરવાયું હતું, માર્ગ ખુલ્લો થતા ટ્રાફિક જામ નિવારી શકાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો