બેદરકારી:સ્યાદલાથી બેડચીત રોડ પર સાઈનબોર્ડ વિના થતી રોડની કામગીરી અકસ્માત નોતરી રહી છે

માયપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડમાં સ્યાદલાથી બેડચીત રોડ ઉપર સાઈનબોર્ડ મૂક્યા વિના થતી રોડની કામગીરી અકસ્માત નોતરી રહી છે. - Divya Bhaskar
વાલોડમાં સ્યાદલાથી બેડચીત રોડ ઉપર સાઈનબોર્ડ મૂક્યા વિના થતી રોડની કામગીરી અકસ્માત નોતરી રહી છે.
  • અકસ્માત નિવારવા ચોમાસાં પહેલા રસ્તા પર પડેલા ખાડાઓ પુરવા અતિ આવશ્યક
  • કામગીરી લાંબી ચાલવાની હોય અને અવરજવર વધુ હોવાથી ટ્રાફિકજામની સમસ્યા આકાર લેશે

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી સ્યાદલાથી લઇ બેડચીત ત્રણ રસ્તા સુધીની રસ્તાને પહોળો કરવાની કામગીરી ગોકળગાય ની ગતિએ ચાલી રહી છે, આ માર્ગ પરથી આંતર રાજ્ય વાહન વ્યવહાર પસાર થતાં હોય મલ્ટી એક્સલ વાહનોની આવ જવર વધુ રહે છે, રસ્તા પહોળા કરવા દરમિયાન નાના મોટા ગરનાળા તોડી પાડી તેનો નવું બાંધકામની કામગીરી ચાલુ છે, ગરનાળા બનાવવા ઉંડા ખાડાઓ છે અને જે રોડ ઉપર ખુલ્લા હોય વાહનચાલકોને દૂરથી નજરે ના પડતા અને રોડ ઉપર કામ ચાલુ હોવા અંગેના કોઈ પણ સંજ્ઞા સૂચક બોર્ડ કે આડશો મુકેલ ન હોય જેને કારણે વાહનચાલકોને રાત્રિના સામેથી પડતી લાઈટના કારણે સ્પષ્ટ નજરે પડતાં નથી.

દિવસ દરમિયાન પણ ખાડાઓને લીધે નાના-મોટા એક્સિડન્ટ, બાઇક સ્લીપ થવાના બનાવો બન્યા છે. હાલ મોટાપાયે કામગીરી દરમ્યાન સ્થળ પર એન્જિ. સાઈટ પર રહી દેખરેખ રાખવાની જવાબદારી હોય છે તેમના ધ્યાને આ પ્રશ્નો ધ્યાને આવ્યા જ હશે. ચોમાસા દરમિયાન રસ્તા પર વરસાદનું પાણી ખાડાઓમાં પાણી ભરાવાની શક્યતા છે. રાતના સંજ્ઞા સૂચક બોર્ડ પણ ન હોવાથી વાહનચાલકો માટે અકસ્માત કરનારા ગરનાળાઓ કે ખાડાઓ કારણરૂપ બનશે અને ચોમાસામાં ટ્રાફિકજામની સમસ્યાઓ રહેશે.

વહેલી તકે સ્યાદલાથી બેડચીત રોડનું તથા રોડ પર નાના મોટા ગરનાળાના બાંધકામ માટે ખાડા પડેલ હોય જે ખાડા દૂરથી દેખાતા ન હોય ખાડાઓ ખોદાયા હોવા અંગે દૂરથી જણાય આવે અને કોઈ મોટો અકસ્માત ન સર્જાય કે કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે આ માર્ગની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વાહનચાલકોને દૂરથી દેખાઈ આવે તેવા સાઇનબોર્ડ તથા આડશ ઊભી કરવા જરૂરી છે. વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાય તે માટે બોર્ડ કે આડશ મુકવાની માંગ લોકોમાં ઊઠી છે. માર્ગની કામગીરી દરમિયાન આ માર્ગ પર બાઇકચાલકોને સ્લીપ થઈ જવાના કારણે કે સામેથી આવતા વાહનોની રાત્રિ સમયે પડતી લાઇટમાં ખાડાઓમાં વાહનો પડતા નાના મોટા અકસ્માતો થયા છેે.

વારંવાર બોર્ડ મૂકવા લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે
નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગને આ અંગે પોલીસ ખાતા દ્વારા રોડ ઉપર આડશો કે સૂચક બોર્ડ મુકવા અને ખાડાઓ પૂરવા માટે વારંવાર મૌખિક તથા લેખિતમાં જાણ કરવામાં આવી છે. જે કામગીરી કરવામાં આવે તો અકસ્માતો અટકી શકે. > વી.આર.વસાવા, પી.એસ.આઇ

અન્ય સમાચારો પણ છે...