હુમલાની આશંકા:વાલોડના પેલાડબુહારીમાં એક કપિરાજ ઝાડ પર મૃત મળી આવ્યો, દીપડાએ હુમલો કરી ઘાયલ કર્યો હોવાનું અનુમાન કરાયું

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેલાડબુહારી ગામે એક કપિરાજ ઝાડ પર મૃત હાલતમાં મળી આવ્યો. - Divya Bhaskar
પેલાડબુહારી ગામે એક કપિરાજ ઝાડ પર મૃત હાલતમાં મળી આવ્યો.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામે મોરા ફળિયામાં અરવિંદભાઈ ભંડારીના ખેતર નજીક એક ઝાડ પર એક કપિરાજ મૃત હાલતમાં મળી આવ્યો હતો જોકે આ કપિરાજ ને બે દિવસ પહેલા. દીપડાએ હુમલો કરી ઘાયલ કર્યો હોવાનું અનુમાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે લાશનો કબજો લઈ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

પેલાડબુહારી ગામમાં મોરા ફળિયામાં અરવિંદભાઈ ભંડારીના ખેતર નજીક આવેલા ઘટાદાર વૃક્ષની ઉપર એક કપિરાજને ધર્મેશ ભાઈ પટેલ જોતાં જ સ્થાનિક આગેવાન ઉપસરપંચ ભરતભાઈ પટેલે વનવિભાગના અધિકારીઓ ને જાણ કરવામાં આવતા ફોરેસ્ટર જશવંત ભાઈ પટેલ,WCCBના વોલિયેન્ટર ઈમરાન ભાઈ વૈદ અર્જુન ભાઈ બિટના કમૅચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આવી જોતાં જ મૃત હાલતમાં લાશ ને મહામુશ્કેલીએ ઝાડ ઉપરથી નીચે ઉતારવામાં આવી હતી અને વાલોડ પશુદવાખાને લઈ આવ્યાં હતાં.

પેલાડબુહારી ગામમાં કપિરાજ મૃત હાલતમાં લાશ જોતાં સડી ગયેલી હાલતમાં આવી જતાં જંતુઓ પડેલી લાશની અંતિમવિધિ વાલોડના પશુચિકિત્સક રાધાબેન પઢેર ફોરેસ્ટર જશવંત ભાઈ પટેલ ઈમરાન ભાઈ વૈદ,વનવિભાગના કર્મચારીઓ લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

બે ત્રણ દિવસ પહેલાં મૃત્યુ થયાનું અનુમાન
પેલાડબુહારીથી કપિરાજ મૃત હાલતમાં સડી ગયેલી હાલતમાં લાશ ડિકંપોઝ થઈ ગઈ હતી. બે ત્રણ દિવસ પહેલાં મૃત્યુ થયાનું અનુમાન કરી શકાય. - રાધાબેન પઢેર, પશુ ચિકિત્સક, વાલોડ

અન્ય સમાચારો પણ છે...