તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડા બેઘર:કલકવાના ખેડૂત બપોરે ખેતરે જવા નીકળ્યા ને અચાનક દીપડો સામે આવી જતાં ફફડી ઉઠ્યા

વાલોડ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખેતરમાં દીપડો દેખાતા ખેડૂતે મોબાઈલ વિડીયોમાં તેને કેદ કરી લીધો હતો. - Divya Bhaskar
ખેતરમાં દીપડો દેખાતા ખેડૂતે મોબાઈલ વિડીયોમાં તેને કેદ કરી લીધો હતો.
 • ખેતરોમાં રહેતા દીપડા શેરડી કટિંગ શરૂ થતાં બેઘર બન્યા અને રહેણાંકમાં દેખાઇ રહ્યા છે

ડોલવણ તાલુકાના કલકવા ગામને છેલ્લા ઘણા સમયથી દીપડાઓએ જાણે નિવાસસ્થાન બનાવ્યું છે, હાલ કેટલાક ખેતરોમાં શેરડી કટીંગ થઇ રહ્યું છે ત્યારે શેરડીના ઉભા ખેતરોમાં પરિવાર સાથે ધામા નાખેલા દીપડા દિવસ દરમિયાન ત્રણ ચાર વખત ખેડૂતના ખેતરમાં ખોરાક અને પાણીની શોધમાં નીકળી આવે છે. અને વારંવાર નજરે પડતાં ગામના સરપંચ જશુભાઇ પટેલને પાંજરૂ ગોઠવવા રજૂઆત કરી છે.

કલકવાનાં તળાવ ફળિયામાં. ગતરોજ બપોરના સુમારે ત્રણેક વાગ્યાના સુમારે જીનેશ ભાઈ પટેલ ખેતરમાંથી ઘર તરફ જઈ રહ્યા હતા, એ સમયે દિપડો એમની સામે જ આવ્યો હતો. એ સમયે જીનેશે મોબાઇલમાં વિડિયો લઈ લીધો હતો. વારંવાર નજરે પડી રહેલા દિપડાને પાંજરે પુરવા માં આવે એવી પ્રબળ લોક માંગ ઉઠી છે.

શેરડીના ઉભા ખેતરો બન્યા દીપડાઓના નિવાસ સ્થાન
કલકવાનાં તળાવ ફળિયામાં રહેતા દિપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરાની વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી છે. ખેડૂત દીનેશ પટેલે જણાવ્યું કે એક બે દિવસ પછી શેરડી કટીંગ થશે, અને શેરડીના ખેતરમાં સાફસફાઈ થશે. એટલે અહીંથી બીજી દિશા તરફ દિપડો વિચરણ કરી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો