દરોડા:બાજીપુરા ગામે બોરવેલના ગોડાઉનમાંથી બાયોડીઝલ જેવો પ્રવાહી જથ્થો ઝડપાયો

માયપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે જલધારા બોરવેલના ગોડાઉનમાં એક પીક અપમાં બાયોડીઝલ જેવું જવલનશીલ પદાર્થ ભરેલા હોવાની વાલોડ પોલીસને બાતમી મળતા પોલીસ અને મામલતદાર વાલોડ દ્વારા સંયુક્ત રીતે રેડ કરતા ગોડાઉન માં મુકેલ પીકપ ગાડી માંથી બાયોડિઝલ જેવું પ્રવાહી ઝડપી પાડ્યું હતું.

વાલોડ પોલીસ અને મામલતદારની સંયુક્ત રેડ
વાલોડ પોલીસને બાતમી મળી હતી કે,બાજીપુરા જલધારા બોરવેલના ગોડાઉનમાં પાર્ક કરેલ એક પીકઅપ ટેમ્પોમાં બાયો ડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહીની ભરેલ પીપો ગેરકાયદેસર ગોડાઉનમાં મુકેલ છે. જેથી તપાસમાં જવાનું હોય જેથી મામલતદાર કચેરી વાલોડ ખાતે જાણ કરતા મામલતદાર કચેરી વાલોડના પુરવઠા ખાતાના નાયબ મામલતદાર જે.આર.સોલંકીનાઓ સ્ટાફના માણસો સાથે બાજીપુરા ખાતે આવી સંયુક્ત રીતે તેઓને બાતમી હકિકતથી વાકેફ કરી બાતમીવાળી જગ્યા મોજે બાજીપુરા થી સુમુલ ડેરી બ્રીજ તરફ જતા રોડની સાઇડમાં આવેલ જલધારા બોરવેલના ગોડાઉનમાં પહોંચી સરકારી તથા ખાનગી વાહનો રોકી સ્થળ પર જતા નાયબ મામલતદાર જે.આર.સોલંકી તથા પંચોના માણસો સાથે જલધારા બોરવેલના ગોડાઉનમાં પ્રવેશ કરી જોતા ગોડાઉનની સામે ખુલ્લી જગ્યા આવેલ છે અને ગોડાઉનનો ગેટ ખોલી અંદર પ્રવેશ કરતા ગોડાઉનમાં એક ઇસમ હાજર મળી આવેલ જેનું નામ ઠામ પુછતા તેઓએ પોતાનું નામ અશોકભાઇ પરશોત્તમભાઇ આસોદરીયા રહે, વાલોડ સુંદર નગર તા.વાલોડ જી.તાપીનો હોવાનું જણાવેલ હતું.

જલધારા બોરવેલના ગોડાઉનનું તેઓ સંચાલન કરતા હોવાનું જણાવતા હોય જેથી અશોકભાઇ પરશોત્તમભાઇ પટેલનાઓને સાથે રાખી ગોડાઉનમાં ઝડતી તપાસ કરતા ગોડાઉનના ગેટની સામે એક મહીન્દ્રા પીકઅપ ટેમ્પો પાર્ક કરેલ પીકઅપ ટેમ્પોનો નંબર GJ 20 V 0883 માં કુલ સાત લોખંડના પીપમાં ભરેલ પ્રવાહી જોતા જે બાયો ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી ભરેલ હતું.

જેમા એક પીપમાં આશરે 200 લીટર જેટલુ જ્વલનશીલ પ્રવાહી જે કુલ સાત પીપમાં લીટર 1400 જેટલુ જેની કુલ કિ. રૂ.84000/- નું તથા ગોડાઉનના પાછળના ભાગે જોતા PVC ની વ્હાઇટ કલરની ટાંકીમાં આશરે 200 લીટર ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી જેની કુલ રૂ.17800/- નું તથા તેની બાજુમાં બે લોખંડના પીપમાં ભરેલ આશરે 300 લીટર ડીજલ જેવા પ્રવાહીની કુલ કિંમત રૂ.26700/- લેખે ગણી. તથા જ્વલનશીલ પ્રવાહી ખેચવા માટેનો લાલ કલરનો કિર્લોસ્કર કંપનીનો ઇલેક્ટ્રીક પંપની કિંમત રૂ.2000/- મળી કુલ્લે કિંમત રૂ. 3,30,500/- નો મુદ્દામાલ હોય જે બાયોડીઝલ તથા ડીઝલ જેવુ પ્રવાહી રાખવા બાબતે હાજર અશોકભાઇ પરશોત્તમભાઇ આસોદરીયા રહે, વાલોડ સુંદર નગર તા.વાલોડ જી.તાપીનાઓને પુછતા પોતીની પાસે કોઇ પુરવઠા વિભાગનું લાઇસન્સ કે આધાર પુરાવા નહી હોવાનું જણાવ્યું હતું.

જેથી સદર જગ્યાએથી મળી આવેલ બાયોડીઝલ તથા ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહીમાંથી સેમ્પ્લ નમુના અર્થે કુલ બાટલી નંગ-9 સેમ્પલ બાટલીઓ એફ. એસ.એલ.માં તપાસણી અર્થે કબ્જે કરેલ છે. પ્રાથમિક તપાસમાં આ મળી આવેલ બાયોડીઝલ તથા ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી જણાઇ આવે છે.

અન્ય સમાચારો પણ છે...