તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંજરે પુરાયો:અંબાચના ફળિયામાં ગણતરીના કલાકોમાં 5 વર્ષીય દીપડો પકડાયો

માયપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે સ્થળ નિરીક્ષણ કરી પાંજરું મુકાયું અને રાત્રિના દીપડો પાંજરે પુરાયો

વાલોડ તાલુકાના અંબાચ ગામે બંગલી ફળિયા ખાતે ખેડૂતના ઘરેથી 7 મરઘા ખાઈ જતાં વન વિભાગને જાણ કરતા પાંજરૂ મુકાયાનાં ગણતરીના કલાકોમાં મારણ ખાવા આવતા પાંજરામાં પાંચ વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો.

અંબાચ ગામમાં બંગલી ફળીયામાં ગતરાત્રીના સમયે વિપુલભાઈના ઘરે મરઘા પર હુમલો કરતાં 7 મરઘાઓનું શિકાર કરી ગયો હતો. વિપુલભાઈ અનિલભાઈનો WCCBનાં વોલીએન્ટર ઇમરાન વૈદ પર ફોન આવતા અનિલભાઇએ જણાવેલ કે 7 મરઘાંનું મરણ કરી ગયેલ છે. 13મીના રોજ સવારે વનવિભાગના ફોરેસ્ટર વસંતભાઈ ગામીત જોડે સ્થળ તપાસ કરતા દીપડાના પંજા મળી આવેલ તથા નજીક ખેતરોમાં દીપડાની અવરજવર હોવા અંગે તથા દીપડો દેેેખાતા તથા દીપડાના પંજાના નિશાન અને ચિન્હો નજરે પડતાં માનવ વસવાટ તથા ખેતરોમાં દિપડો દેખાતાં હોવાને લીધે ગભરાટનો માહોલ ઉભો થયો હતો. વનવિભાગ અને WCCBના સભ્ય ઈમરાનભાઇ વૈદે ખેતરમાં સ્થળ ચકાસણી કરી પાંજરું મુક્યુ હતુ. મારણ સાથે પાંજરું મુકવામાં આવતા ગતરાત્રીના 10 કલાકે મારણનો શિકાર કરવાની લાલચમાં આવતા દીપડો પાંજરે પુરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...