તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્કયુ:વાલોડના ધામોદલામાં રાત્રિના મારણ ખાવા આવતાં 5 વર્ષીય દીપડો પકડાયો

માયપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધામોદલા રાત્રીના સમયે મારણ ખાવા આવતાં 5 વર્ષીય દીપડો પાંજરે પુરાયો. - Divya Bhaskar
ધામોદલા રાત્રીના સમયે મારણ ખાવા આવતાં 5 વર્ષીય દીપડો પાંજરે પુરાયો.

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ગૌચર જમીન નજીકના ખેતરોમાંથી કેટલાક દિવસથી ગામમાં આંટાફેરા મારતા દિપડાને પકડવા જંગલખાતા તરફથી મુકવામાં આવેલા પાંજરામાં 5 વર્ષીય વરસનો દિપડો પાંજરે પુરાતા લોકોને રાહત થઈ હતી.

ધામોદલા ગામમાં ગૌચર નજીકના ખેતરોમાં દીપડાની અવર જવર હોવા અંગે તથા દીપડો દેખાવાની બુમો પડી રહી હતી. દીપડીના પંજાના નિશાન અને ચિન્હો નજરે પડતાં માનવ વસવાટ તથા ખેતરોમાં દિપડો દેખાતાં હોવાને લીધે ગ્રામજનોમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો. દિપડીને પકડવા અને પાંજરે પુરાય તે હેતુથી વનવિભાગના અધિકારીઓનેે જાણ કરતાં રૂબરૂ આવી પટેેેલ ફળીયામાં રમેશભાઈ સોમાભાઈના બાજુના ખેતર કે જે ગૌચરની જગ્યા આવેલી છે. તે સ્થળે પાંજરું મુક્યું હતું. મારણ સાથે પાંજરું મુકતા રવિવારે રાત્રે શિકાર કરવાની લાલચમાં આવતા દીપડો પાંજરે પુરાયો હતો. આ અંગેેની જાણ WCCBના મેમ્બર ઇમરાનભાઈ વૈદને જાણ ગામના રહીશોએ કરતા વનવિભાગના વિજયભાઈ મીર, અર્જુનભાઈ ચૌધરી સ્થળ પર આવી દીપડાનો કબ્જો લઇ વાલોડ વનવિભાગની નર્સરી પર લવાયો હતો. દીપડાનો કબજો લઇ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સોમવારે રાત્રે જંગલમાં છોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો