કોરોના અપડેટ:તાપી જિલ્લામાં 4 પોઝિટિવ કેસ, કોરોના પોઝિટિવ આવતા હાલ 16 એક્ટિવ કેસ તાપી જિલ્લામાં છે

માયપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા.4 જી જાન્યુઆરીના દિવસે તાપી જિલ્લામાં 4 કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી કે. એ. પી. એસ. ટાઉનશિપ ઉંચામાલા ખાતે રહેતા 17 વર્ષીય તરુણ કોરોના પોઝિટિવ આવ્યા છે, ભંડારી ફળિયું - ગાંગપુર,તા.ડોલવણ રહેતા 45 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યા છે, કે.એ.પી.એસ. ટાઉનશિપ ઉંચામાલા ે રહેતા 53 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યા છે, અને દેવલક્ષ્મી રેસીડેન્સી - મુસા, તા.વ્યારા ખાતે રહેતા 38 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યા છે. અન્ય 5 તાલુકાઓમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ આજના દિને નોંધાયો નથી. કોરોના પોઝિટિવ આવતા હાલ 16 એક્ટિવ કેસ તાપી જિલ્લામાં છે.

અન્ય સમાચારો પણ છે...