ધરતીકંપ ના આંચકા:ડોલવણના ગામોમાં ફરી 2.8 તિવ્રતાનો ભૂકંપ

વાલોડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણેક દિવસથી સતત આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાંચ ગામોમાં ધરતીકંપ ના આચકા સતત આવી રહ્યા છે. શુક્રવારે સવારે આવેલા આંચકા ની તિવ્રતા 2.8 નોંધાઇ હતી. ડોલવણ તાલુકાના, ઉમરવાવદુર, કાકડવા, પાઠકવાડી, કણધા, વરજાખણ, ગાંગપુર, પાટી, પદમડુંગરી જેવા ઘણા દિવસથી હળવા અને મધ્યમ અને ઓછી તીવ્રતા ધરાવતા આંચકાનો અનુભવ લોકો કરી રહ્યા છે. 23.9.2020 સવારે 6.33અને રાત્રે 1.26ના સમયે ધરતીકંપ ના આંચકા લાગ્યા હતા 24.9.2020 મળસ્કે 5.28 વાગ્યા ના સમયે લોકો નિદ્રામાં હતા એવા સમયે હળવો આંચકો લાગ્યો હતો. ધરતીકંપ સતત વધારો થઈ રહ્યો છે.આજે આવેલ ભુકંપ ની તિવ્રતા 2.8 રિએકટર સ્કેલની હોવાનું જાણવા મળ્યું છે.

ડોલવણ તાલુકાના ગામોમાં સતત ત્રણ ચાર દિવસથી હળવા આંચકા આવી રહ્યા છે. જોકે ઓછી તિવ્રતાવાળા હોવાથી નુકશાન થયું નથી . ડોલવણ ના મુખ્ય મથક ની આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામોમાં કંઈ પણ વધારે નુકશાન થયું નથી લોકો ભયભીત થયા છે. આ પંથકમાં ધરતીકંપના આંચકા સતત આવતા હોવાને લીધે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ સવારના સમયે આવેલ ભુકંપ નું એપી સેન્ટર ડોલવણ તાલુકાનું પાટી ગામ છે. 2.8 રિએકટર સાથે ધરતી ધમધમી ઉઠી હતી. આ અંગે મામલતદાર મણીભાઈ ચૌધરી એ જણાવ્યું કે આજે આવેલા ભુકંપનો આંચકો આવતાં પતરાંના શેડ માં એકાદ સેકન્ડનો આવ્યો હતો. પરંતુ આજે કોઈ પણ નુકશાન થયું નથી.

અન્ય સમાચારો પણ છે...