ચૂંટણી:વાલોડ નાગરીક સહકારી મંડળીની ચૂંટણીમાં 14 ડિરેક્ટર માટે 26 દાવેદારી

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17મીએ ફોર્મ ચકાસણી બાદ 20મીએ ચિત્ર સ્પષ્ટ થશે

વાલોડ વિભાગ નાગરીક સહકારી મંડળી વાલોડ અને બુહારની બે વિભાગના વ્યવસ્થાપક સમિતિની પાંચ વર્ષની ટર્મ માટે તા.26નાં રોજ યોજાનારી ચૂંટણીમાં વાલોડ અને બુહારી ઝોનમાં 14 ઉમેદવારો સામે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 26 ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા વાલોડ તાલુકા સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો, જો કોઈક દખલગીરી ન થાય તો ચૂંટણી બિનહરીફ થવાના સંકેતો મળી રહ્યા છે.

વાલોડ વિભાગ નાગરીક સહકારી મંડળીમાં વાલોડ અને બુહારી એમ બે ઝોન છે, વાલોડ ઝોનમાં 7 અને બુહારી ઝોનમાં 7 ડિરેક્ટરનો માટે તા.26નાં રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, વાલોડના 558 સભાસદ મતદારો અને બુહારીના 516 મતદાર સભ્યોને મત આપવાનો અધિકાર ધરાવતા સભાસદ છે. આજરોજ તા.16મીના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાલોડ ઝોનમાં સાત બેઠકો ઉપર 15 જેટલા લોકોએ દાવેદારી કરવા ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને બુહારી વિભાગના સાત બેઠકો માટે 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

હાલ વાલોડ તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે નાગરિક બેંકની ચૂંટણીમાં બિનહરીફ થશે કે કેમ એના લીધે વાલોડ તાલુકાનો સહકારી માહોલમાં ગરમાવો આવ્યો છે. 2021થી 2026 સુધીની ટર્મ માટે 1074 સભાસદો ધરાવતી અને કરોડથી પણ વધુનો ધિરાણ આપતી મંડળીની ડિરેક્ટરોની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બંને ઝોન મળી 14 બેઠકોની સામે 26 ઉમેદવારોએ ચૂંટણી માટે દાવેદારી કરતાં સભાસદોને રીઝવવા માટે રૂબરૂ મળવા અને મતો મેળવવા માટે ઉમેદવારોએ સંપર્ક સાધ્યો છે.

આ મંડળીમા ભાજપ અને કોંગ્રેસમાં નેતાઓના દબદબાને લીધે કાંટાની ટક્કર રહેશે. માત્રને માત્ર હોદ્દાઓ લેવા માટે ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અને જીતનારા કેટલાક ડિરેક્ટરો મિટિંગમાં હાજર રહ્યા ન હોય તેમની સામે સભાસદમાં રોષ જોવા મળી રહ્યો છે. તા. 17 મીના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના તા.20મીના ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...