તસ્કરી:પંક્ચર પડતાં ટાયર બલદી રહેલા વેપારીની કારમાંથી 1.50 લાખ ભરેલા બેગની ઉઠાંતરી

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉઘરાણી કરીને પરત ફરતા સુરતના વેપારી સાથે બાજીપુરા પાસે બનેલી ઘટના
  • મોટરસાયકલ પર આવી ચોરી કરી જનારા ત્રણ ગઠિયા જાણભેદું હોવાની શક્યતા

સુરતના વેપારી વાલોડ અને વ્યારા તાલુકામાં માલ વેચાણના વાલોડ,વ્યારા અને બુહારીથી અલગ-અલગ જગ્યાએથી ઉઘરાણી કરી સુરત પરત થતા હતા. તે દરમિયાન બાજીપુરા એસ્સાર પેટ્રોલ પંપ પાસે ઇકો ગાડીનું પાછળના ટાયરમાં પંચર પડતાં ટાયર બદલવાના સમયે પાછળથી મોટરસાઇકલ પર આવેલ અજાણ્યા ત્રણ ઈસમોએ બેગ ચોરી જવાની ઘટના બની હતી. જેમાં રૂપિયા 150000 જેટલી રકમની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ.

અડાજણ સુરત ખાતે રહેતા કાંતિલાલ રંગીલદાસ મોદી જેઓનો અનાજ કરીયાણાનો ધંધો સુરત દિલ્હી ગેટ ખાતે મેસેજ રંગીલદાસ દયાભા મોદીના નામથી હોલસેલની દુકાન ચલાવે છે, અને તેઓના સુરત અને તાપી જિલ્લાના દુકાનદારો કોને હોલસેલથી માલ પુરૂ પાડતા હોય. આજરોજ તેઓ તેમની ઇકો ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 05 JK 7534 માં બુહારી, વાલોડ, વ્યારા. ખાતે ઉઘરાણીનું કામ કરી તેઓ તેમની ઉઘરાણીના 150000 જેટલી રકમનું કાળા પાકીટમાં મૂકી મઢી તરફ જતા હતા.

ત્યારે બપોરના એક વાગ્યાના સમયે બાજીપુરા ગામથી સુમુલ ડેરી તરફ જતાં રસ્તા ઉપર એસ્સાર પેટ્રોલ પમ્પ પાસે આવતા તેમની ઇકો ગાડીનું ડાબી તરફના ટાયર પાછળના ભાગે ફાટતા કાંતિલાલ ભાઈ ના છોકરા આશિષે ઈકોગાડી સાઈટ પર મુકી ટાયર બદલતા હતા. તે દરમિયાન તેમની ગાડીની બીજી સાઈડે હતા ત્યારે એક રાહદારીએ તેમને ઈશારો કરી જણાવેલ કે કાળા કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર આવેલ ત્રણ ઈસમો તેમની કાળા કલરની બેગ લઈને ભાગી જતા બતાવેલ, જેથી બંને વેપારી બાપ-દીકરાએ ત્રણેય ઇસમોને ઉભા રહેવા બૂમો પાડેલ પરંતુ તેઓ બેગ લઈને હાઇવે તરફ ભાગી ગયા હતા.

​​​​​​​ જે પૈકી મોટરસાયકલના ચાલકે કાળા કલરનો હેલ્મેટ પહેર્યો હતો, આ બાપ દીકરાએ મોટરસાયકલ નંબર વાંચી શક્યા ન હતા અને આ ચોરો 25 થી 30 વર્ષની ઉંમરના હોવાનું તેમની ફરિયાદમાં જણાવેલ હતું. આ ચોરી કરનાર ઇસમો કોઈક જાણભેદુ હોવાનો હાલ અંદાજો લગાવી શકાય તેમ છે, વધુ તપાસ પીએસઆઈ એન.જે. પંચાલ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...