તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:બાબરઘાટ ગામે લટકતા વીજતાર વાંસના સહારે, વાહનચાલકોને અકસ્માતનું જોખમ

ઉચ્છલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજકંપનીને વારંવાર ધ્યાન દોરવા છતાં કાર્યવાહી કરી નથી

ઉચ્છલ તાલુકાના અંત્યાળ વિસ્તારમાં આવેલ બાબરઘાટ ગામથી અનેક ગામોને જોડતા રસ્તા પર ઝૂલતા જોખમી વીજતાર નીચે લટકી પડતા ગામના જાગૃત નાગરિકોએ વીજતારને વાસના ટેકા આપી બાધી દીધા છે પરંતુ અવરજવર કરતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

ઉચ્છલ તાલુકાના ઊંડાણના વિસ્તારોને જોડતા રસ્તા પર આવેલા બાબરઘાટ ગામથી અનેક ગામ્ય વિસ્તારને જોડતા રસ્તા પસાર થાય છે. આ રસ્તા પરથી અનેક ગામો તરફ રાહદારીઓ અને બાઈક, ફોર વ્હીલર, તેમજ શેરડીની ભરેલ ટ્રકો સતત પસાર થાય છે. આ રસ્તાના નાળા નજીક ઘણા સમયથી એક ખેતીવાડીની વીજ કંપનીનો વીજતાર રોડ ઉપરથી પસાર થાય છે. આ વીજતાર રસ્તા ઉપર જોખમી રીતે ઝુલી રહ્યો હતો અને નીચે લટકી પડતા વાહન ચાલકો અને શેરડી ભરેલી ટ્રકોને પસાર થવા મુશ્કેલીઓ પડી રહી છે. જેથી ગામના જાગૃત નાગરિકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની ઉચ્છલને વારંવાર ધ્યાન દોરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી વીજ કંપનીના લટકતા તારને રોડની બંન્ને સાઈડથી વાંસનો ટેકો લગાવી કામ ચલાઉ બાંધી ઊંચો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ ખેતીવાડીના વીજકંપનીનો તાર રોડની લગોલગ આવેલ હોવાથી કોઈ વાહન સાથે અથડાઈ જાય તો વીજતાર પડી જવાનો ભય રહેતા ભારે જોખમ છે.

અરજી આપી જાવ પછી તપાસ કરીશું
આ અંગે ઉચ્છલ વીજ કંપનીના ઈજનેર બી.એમ.પટેલને રુબરુ મુલાકાતમાં પુછતા જણાવેલ કે તમે એક અરજી આપી જાવ પછી અમો તપાસ કરાવીને જોઈ લઈશું એવુ જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો