તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:ઉચ્છલના ગામ્ય વિસ્તારોની ST બસ લોકડાઉન સમયથી બંધ રહેતા મુશ્કેલી

ઉચ્છલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના નારણપુરથી કરોડ ગામ વચ્ચેની બસ લોકડાઉનના સમયથી બંધ છે આ ઉપરાંત રસ્તો પણ નહી બનતા 18થી વધુ ગામોનાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે ગરીબ પ્રજા ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની નોબત આવી રહી છે. ઉચ્છલ તાલુકાના ઊડાણના ગામો પૈકી નારણપુરથી કરોડ રસ્તા માટે આંદોલન કર્યા હતા.

વાહનો બંધ કરાતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે
તંત્ર અને રાજકીય આગેવાનોને કારણે રસ્તો બન્યો નથી, જેને લઈને નારણપુરથી કરોડ વચ્ચે આવતાં 18 ગામોનાં રસ્તો બનાવવાનું આશ્વાસન અપાયું છે. છતાં હજી સુધી રસ્તો પૂર્ણ થયેલ નથી, જેને કારણે એસ.ટી બસો બંધ છે. જેથી આ વિસ્તારની આદિવાસી પ્રજા ભારે મુશ્કેલી અનુભવી રહી છે. ઘણા લોકો ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની નોબત આવી છે અને ખાનગી વાહનોમાં ખીચો ખીચ પેસેન્જરો ભરી ડબલ ભાડું વસુલે છે. મહામારીને કારણે લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર તરફથી બસ સહિત અનેક વાહનો બંધ કરાતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. 

બસ રસ્તાના કારણે બંધ છે
આ અંગે એસ.ટી.વિભાગનાં જવાબદાર અધિકારી ગફારભાઈ શેખને પૂછવામાં આવતાં જણાવેલ કે નારણપુરથી કરોડ બસ રસ્તાના કારણે બંધ છે. ચાલુ કરવામાં આવશે એવું જણાવેલ હતું. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો