તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:ઉચ્છલના બોર્ડર વિસ્તારના આવાસ 8 વર્ષથી અધૂરા છોડાતાં ગરીબ લાભાર્થીઓને મુશ્કેલી

ઉચ્છલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક હપ્તાની રકમ મળ્યા બાદ બીજા હપ્તાની રકમ લાભાર્થીઓ સુધી પહોંચી જ નહીં

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સમાવિષ્ટ હનુમાન ફળિયામાં સરદાર આવાસ આઠ વર્ષથી મંજૂર થયા પરંતુ લાભાર્થીઓને પૈસાની ચૂકવણી નહીં કરવામાં આવતા કેટલાક આવાસ અધુરા છોડવામાં આવતા ગરીબ લાભાર્થીને ભારે મુશ્કેલી પડી રહી છે.

મહારાષ્ટ્ર બોડર પર આવેલા અને તાપી જિલ્લાના ઉચ્છલ ગામ પંચાયતમાં સમાવિષ્ટ રેલ્વેની પેલેપાર આવેલા હનુમાન ફળિયામાં સને. 2011/12 વર્ષમાં સરદાર આવાસ યોજના ગરીબ પરિવારોને મંજૂરી મળેલ હતી. પરંતુ ઘણા લાભાર્થીઓએ સરદાર આવાસ મંજૂર થતા પાયો નાખ્યો હતો, જે બાદ બીજા હપ્તાની રાહ જોતા ઘણા લાભાર્થીઓના પૈસાની ચૂકવણી આજદિન સુધી ન આવતા આવાસ અધૂરા છે. ઘણા લાભાર્થી પરિવારોએ ઉધાર માલ સામાન લાવી જેમ તેમ આવાસ થોડો ઘણુ ઊભુ કર્યુ હતુ પરંતુ તેના પૈસા આવ્યા નથી કે લોકો સુધી પહોંચ્યા નથી. તે તપાસનો વિષય છે. કેટલાક લાભાર્થીઓએ આવાસ મંજૂર થતા પોતાનું કાચું ઝુપડું તોડી પાડતા ઘણી મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. લાભાર્થીને આવાસ મંજૂરીની તપાસ ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

અધુરા આવાસોની યાદી
1. અશોકભાઈ મોહનભાઈ રાઠોડ, ઉચ્છલ (કાટા ફળિયું) 2. અમીતભાઈ છનાભાઈ નાયકા, ઉચ્છલ (હનુમાન ફળિયું) 3. કલાવતીબેન જગદીશભાઈ ગામીત (હનુમાન ફળિયુ) 4. સુરેશભાઈ રામસીગ ગામીત (હનુમાન ફળિયુ) અને 5. સુરેશભાઈ પભુભાઈ ઢોડિયા (હનુમાન ફળિયું)

આરટીઆઇ હેઠળ માહિતી પણ અધૂરી અપાઇ
આ અંગે ઉચ્છલના હનુમાન ફળિયાના રહેવાસી- નામ-અજુનભાઈ કાલુભાઈ ગામીત દ્વારા ઉચ્છલ તાલુકા પંચાયતમાં માહિતી અધિકાર હેઠળ માહિતી માગતા સરદાર આવાસની માહિતી અધુરી આપવામાં આવેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો