તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:ભડભુજા ગામનાં આંતરિક રસ્તા સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયા

ઉચ્છલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડા સમય અગાઉ બનાવાયેલો રસ્તો સામાન્ય વરસાદમાં જ ધોવાઇ જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. - Divya Bhaskar
થોડા સમય અગાઉ બનાવાયેલો રસ્તો સામાન્ય વરસાદમાં જ ધોવાઇ જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે.
  • ગ્રામિણ રોજગાર અંતર્ગત રસ્તાઓ થોડા સમય પહેલા બનાવાયા હતા

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુજા ગામના આંતરીક રસ્તાઓ થોડા સમય પહેલા બનેલ હતા. તે સામાન્ય વરસાદમા ચીથરે હાલમાં થઈ જતા લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ઉચ્છલ તાલુકો મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારને અડીને આવેલ છે, જેમાં ભડભુજા ગામ બોર્ડર પર આવેલ છે.

લોકોમાં ભારે નારાજગી જોવાં મળી રહી છે
આ ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ ગામ પંચાયત ભડભુજાના આંતરીક રસ્તાઓ થોડા સમય પહેલા બનાવવામાં આવ્યા હતા, જે રસ્તો ભડભુજાના રેલ્વે સ્ટેશનના ફાટકના પેલેપાર આવેલા નુરજીભાઈ માવચીભાઈ ગામીતના ઘર તરફ જતો હતો. પરંતુ ચોમાસાના સામાન્ય વરસાદમાં સંપૂર્ણ ધોવાઈ ગયો છે, જેને લઈને સ્થાનિક લોકો દિવસે તેમજ રાત્રિ દરમિયાન અવરજવર કરતા હોવાથી આ રસ્તો બની ગયા ના થોડા સમયમાં ઉખડી જતાં લોકોને રસ્તો શોધવો મુશ્કેલ બની રહ્યો છે, જેને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. લાખો રૂપિયા ખર્ચે બનેલો રસ્તો ચીથરે હાલમાં જોવાં મળતા લોકોમાં ભારે નારાજગી જોવાં મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...