તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ:રસ્તાના કામોમાં ગેરરીતિ બદલ કટાસવાણ ગામના સરપંચ સસ્પેન્ડ કરાયા

ઉચ્છલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગ્રામપંચાયતમાં સને 2015થી સને 2019 દરમિયાન રસ્તાના કામોમાં ગેરરીતિ આચરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી છે. ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગ્રામપંચાયતમાં 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી સને 2015-16 દરમિયાન પ્રાથમિક શાળાથી દશરથભાઈ દેવલિયાભાઈના ઘર સુધી આંતરિક ડામરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, એજ દરમિયાન નિશાળ ફળિયામાં સી.સી.રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સને 2016-17 દરમિયાન બાબુભાઇ ગોલાભાઈના ઘરથી વેલજીભાઈના ઘર તરફ જતા ડામરનો રસ્તો બનાવામાં આવ્યો હતો, એજ રીતે સને 2018-19 માં પધારી ફળીયામાં ડામર રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ તમામ રસ્તાના કામો 4 વર્ષ દરમિયાન જ બન્યા હતા,તેમ છતાં વરસાદની મોસમમાં રસ્તાની કિનારો ધોવાઈ હતી. એસ્ટીમેન્ટ મુજબ પહોળાઈ, લંબાઈ વગેરેનું ધ્યાન કામગીરી દરમિયાન રાખવામાં આવ્યું ન હતું અને કામોમાં વેઠ ઉતારીને રસ્તાના કામોના નાણાંની ચૂકવણી પણ કરી દેવામાં આવી હતી. જે અંગે કટાસવાણ ગ્રામ પંચાયતના સરપંચ જગદીશભાઈ મગનભાઈ ગામીત સામે ભ્રષ્ટાચાર થયાની તાપી જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ થઇ હતી. જેથી જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહાસિંઘે ઉચ્છલ તાલુકા પંચાયતને તપાસ સોપી અહેવાલ મંગાવ્યો હતો.

જેમાં સરપંચ જગદીશ ગામીત દ્વારા 14મી નાણાપંચની ગ્રાન્ટ હેઠળ બનાવામાં આવેલા ઉપરોક્ત કામોમાં બેદરકારી રાખી ગેરરીતિ આચરવામાં આવી હોવાનું પુરવાર થતાં કટાસવાણ ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ થયો હોતો,જેમાં વિશેષ જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ -25 ( 1 ) અન્વયે કારોબારી સત્તા ગામના સરપંચને પ્રાપ્ત થતી હોય આ અધિનિયમને આધિન પંચાયતોની ઉપર નાખેલી ફરજો યોગ્ય રીતે બજાવવા સારુ પ્રત્યક્ષ રીતે સરપંચ જવાબદાર રહે છે. તેમ જણાવેલ છે.

કલમ -25 ( 2 ) ક ની જોગવાઈઓને અનુસરીને વિકાસના કામોની કામગીરી કરાવવાની જવાબદારી હોય છે. જેથી સ્થળ પર ચાલતા કામોની પુરતી દેખરેખ કામોના એસ્ટીમેન્ટની લંબાઈ,પહોળાઈ,અને ગુણવત્તા મુજબ થાય તે જોવાની જવાબદારી સરપંચની હોય છે.

ડામર રસ્તાના કામો એસ્ટીમેટ પ્રમાણે કામ નહી કરીને ગ્રામ પંચાયત દ્વારા ગંભીર બેદરકારી અને ગેરરીતી આચરેલ હોવાનું જણાય છે. જે અંગે સરપંચ દ્વારા નિષ્કાળજી દાખવેલ હવાથી તેઓને હોદ્ધા પરથી દૂર કરવા આથી હુકમ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો