સમસ્યા:ઉચ્છલ તાલુકામાં મધ્યાહન ભોજનના સંચાલકોની નિમણૂંકમાં ગેરરીતીની રાવ

ઉચ્છલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂના સંચાલકોના સગા સંબંધીઓને નિમણૂંક અપાઇ હોવાની ફરિયાદ

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ગત દિવસોમાં 6 ગામોમા મધ્યાહન ભોજન યોજના સંચાલકોની નવી નિમણૂંક અંગે જાહેરનામું પસિધ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં નિમણૂંક બાબતે અસંતોષ થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

ઉચ્છલના મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકો નિવૃત થતા તંત્ર તરફથી સુંદરપુર, ગાંધીનગર, પાટીબંધારા, ચઢવાણ, આમકુટી અને મોહિની ગામોમાં મધ્યાહન ભોજન માટે નવી નિમણૂંક માટે જાહેરાત પાડી હતી, જેમાં તંત્ર તરફથી નિમણૂંક બાબતે જૂના સંચાલકોના સગા સંબંધીઓને નિમણૂંક કરવામા આવેલ છે. તેવી આ છ ગામોમો ફરિયાદ ઉઠી રહી છે, જેથી તાલુકાના જાગૃત નાગરિકોએ મધ્યાહન યોજનામા થયેલી નિમણૂંક અંગે તંત્ર પાસે જી.આર.ની કોપી માંગતા નાયબ મામલતદારે જણાવેલ કે કોને પ્રધાન્ય આપીને નિમણૂંક આપવી એ અમારા હાથની વાત નથી. તાલુકાના ગામોમાં ઓળખાણ અને લાગવગથી નિમણૂંક આપીની ચર્ચા છે.

વધુ ડ્રિગ્રીધારકને નોકરી ન અપાઇ
આ અંગે એક સુંદરપુરના જાગૃત નાગરિક દ્વારા નામ નહી આપવાની શરતે જણાવેલ કે સુંદરપુર ગામમાં આઠ વ્યકિતઓએ ઉમેદવારી નોંધાવી હતી. મેરીટમાં આવતા ન હોવા છતાં તા.31/8/2020 ના રોજ ઇન્ટરવ્યુ લીધા પછી જૂના મધ્યાહન ભોજનના ઉમેદવાર અભ્યાસ ગ્રેજયુએટને નિમણૂંક આપી છે. પરંતુ બીજા ઉમેદવાર એમ.એ. બી.એડ હોવા છતાં તેઓને નિમણૂંક ન આપતા ફરિયાદ ઉઠવા પામેલ છે.

GRના આધારે નિમણૂંક કરી છે
આ અંગે ઇન્ચાર્જ ઉચ્છલ મામલતદાર ચૌધરી જણાવ્યું કે ગરીબ હોય ગામના સારા જાણકાર હોય તેમજ જીઆરના આધારે નિમણૂંક કરાઈ છે.

તમામ સત્તા સ્થાનિક તંત્રની
નિઝર પ્રાંત ઓફિસના પી.એ. સુરેશભાઈ પાડવીને પૂછવામાં આવતા આ પ્રક્રિયા અમારામાં આવતી નથી. બધી સત્તા સ્થાનિક તંત્રની હોય છે.

અન્ય સમાચારો પણ છે...