તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vyara
 • Uchchhal
 • Instruction To All Sarpanches And Talatis To Strictly Implement The Guidelines Of Koro, Tapi District Panchayat Re informs Sarpanches And Talatis In Writing

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:તમામ સરપંચ અને તલાટીને કોરોના ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા સૂચના, તાપી જિલ્લા પંચાયતે સરપંચો અને તલાટીઓને ફરી લેખિતમાં જાણ કરી

ઉચ્છલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકો ભેગા થશે અને કોઇ બનાવ બને તો સરપંચની અંગત જવાબદારી રહેશે

ઉચ્છલ તાલુકા સહિત દરેક ગામ પંચાયતના ગામોના સરપંચો અને તલાટીઓને હાલ કોરોના સંકમણને અટકાવવા અને કોવિડ-19 અંગે તાપી જિલ્લા પંચાયતે સરકારની માર્ગદર્શિકાની અમલવારી કરવા ફરી લેખિત જાણ કરી છે. સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે બનેલી ઘટના જેવી ઘટના આપણા તાલુકામાં ન બને તે માટે તમામ ગામપંચાયતમાં સરપંચ, તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી છે.કોરોના સંકમણને રોકવા અંગે તાપીના દરેક તાલુકામાં

સમાવિષ્ટ ગામોમાં અઠવાડીક બજાર બજાર ભરાતા હોય તથા દૂધ મંડળીમાં તેમજ સ્થાનિક દુકાનો અને સરકારી રાહતની દુકાનોના વિક્રેતાઓ તેમજ ખરીદ કરનાર ગામના નાગરિકોએ ફરજીયાત માસ્કનો ઉપયોગ કરે અને સોશિયલ ડીસ્ટન્સની અમલવારી થાય તે માટે ગામ પંચાયત, તલાટી,ગામ પંચાયતમાં નિમાયેલા કોરોના યોધ્ધા મારફતે ચુસ્તપણે અમલવારી થાય તે મુજબની સુચનાઓ આપી છે.સામાજીક પ્રસંગોમાં જો વધારે લોકો ભેગા થશે કે ભવિષ્યમાં આ અંગેનો કોઈ બનાવ કે ઘટના બને તો તે જે તે ગામના સરપંચની અંગત જવાબદારી ગણી કાર્યવાહી કરવામાં આવશે.

વાલોડમાં પરવાનગી વિના કાર્યક્રમો ન યોજવા
ડોસવાડા ગામે સગાઇ અને કપુરા ગામે લગ્નોમાં સરકારી ગાઈડ લાઈનની લીરેલીરા ઉડતા વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામોનાં સરપંચોને વાલોડ પીએસઆઇ વી.આર.વસાવા દ્વારા સજાગતાં રાખી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે હેતુથી લેખિતમાં કરી છે. સંક્ર્મણ અટકાવવા સામાજિક,ધાર્મિક કે રાજકીય કાર્યક્રમ યોજનાર હોય તે અંગે સરપંચોએ વાલોડ પોલીસને જાણ કરવાની રહેશેે.

વ્યારા પોલીસે સરપંચોને લેખિત નોટીસ આપી
વ્યારા પોલીસ મથકના તાબા હેઠળની તમામ ગ્રામ પંચાયતના સરપંચને લેખિતમાં નોટિસ મોકલી કાર્યક્રમની જાણ અગાઉથી પોલીસને કરવા રજૂઆત કરી હતી અને તમામ નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી હતી. વ્યારા પોલીસના તાબા હેઠળ આવતી તમામ ગ્રામ પંચાયતોના સરપંચોને વ્યારા પીઆઇ રાકેશ પટેલ દ્વારા લેખિતમાં સૂચના અપાઈ હતી. ગ્રામપંચાયત વિસ્તારમાં સામાજીક, ધાર્મિક કે રાજકીય પ્રસંગ કાર્યક્રમ યોજાનાર હોય તો તે અંગેની અગાઉથી જાણ પોલીસને કરવાની રહેશેે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો