તપાસ:અંતે ઉચ્છલના અધુરા આવાસ અંગે તપાસનો ધમધમાટ શરૂ

ઉચ્છલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તા.પંચાયતનો સ્ટાફ અને તલાટી સ્થળ વિઝિટે પહોંચ્યા

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ પંચાયતમાં સમાવિષ્ટ હનુમાન ફળિયામાં ગરીબ પરિવારના આવાસ અધુરા છોડી દેવામાં આવ્યો હોવાના તેમજ લાભાર્થીઓને આવાસના પૈસા ન ચૂકવાયા હોવા અંગેના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ઉચ્છલ તાલુકા પંચાયત અને ગામ પંચાયત તલાટી દ્વારા અધૂરા પડેલા આવાસો અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લાના ઉચ્છલ ગામ પંચાયતમાં સમાવિષ્ટ હનુમાન ફળિયા માંથી પસાર થતી રેલ્વે વિભાગની લાઈનના પેલે પાર આવેલ વિસ્તારમાં સને. 2011/12 વર્ષમાં સરદાર કે ઈન્દીરા આવાસ યોજનાનો લાભ આદિવાસી અને હળપતિ પરિવારોને આવાસ ફાળવવામાં આવેલ હતા. જે આવાસ મંજુર થતા લાભાર્થી ઓના તેમણે પાયો નાખવામાં આવેલ હતો. પરંતુ લાભાથીઓને બીજા હપ્તા ચુકવવામાં નહી આવતા અમુક લાભાર્થી ઓએ ઉધાર પૈસા લાવી આવાસ પૂર્ણ કરવામાં આવ્યા હતા. અમુક લાભાર્થી ઓએ પૈસાની સગવડ નહી થતા અધુરા છોડી દેવામાં આવેલ છે. જયારે અમુક લાભાર્થી ઓએ પોતાનુ કાચુ ધર તોડી નાખી નવુ મળશે ની આશા એ સંકટ માં જોવા મળી રહ્યા છે. જે બાબતે દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ઉચ્છલ તાલુકા પંચાયત અને ઉચ્છલ ગામ પંચાયત તલાટી ઓએ આજરોજ સવારે અધુરા આવાસની તપાસ હાથ ધરી લાભાર્થી ઓને મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...