તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પ્રેમિકાએ ફોન રિસીવ ન કરતા પ્રેમીએ થપ્પડ મારતા ફરિયાદ

ઉચ્છલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાનથી મારી નાંખવાની ધમકી આપી

ઉચ્છલ તાલુકાના એક ગામમાં રહેતા પ્રેમી પંખીડા વચ્ચે થોડા સમયથી બોલચાલ બંધ હતી. પ્રેમીકા પ્રેમી સાથે વાતચીત કરતી ન હતી, જેથી પ્રેમીએ પ્રેમિકાને ફોન કર્યો હતો, પરંતુ ફોન રીસીવ ન કરતા પ્રેમિકાને થાપડ મારતા પ્રેમિકા એ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઉચ્છલ તાલુકાના એક ગામમાં પ્રેમી પંખીડા રહેતા હતા. તેઓ થોડા સમયથી એકબીજા વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી, જેના કારણે બને વચ્ચે કોઈ વાતચીત થતી ન હતી. પ્રેમિકા ગતરોજ એક સરકારી ઓફિસની સામે આવેલ અનાજ દળવાની ઘંટીએ ગઇ હતી. તે સમયે પ્રેમી ત્યાં આવી પહોચી પ્રેમિકાને કહેવા લાગ્યો કે તું ફોન ઉપર મારી સાથે કેમ વાત કરતી નથી, કે મારો ફોન કેમ ઉપાડતી નથી.

તેમ કહી પ્રેમિકાને ગાળો આપી હતી. તેમજ પ્રેમીએ પ્રેમિકાને થાપટ મારી કહેવા લાગેલ કે હવે પછી ફોન નહી ઉપાડ્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે પ્રેમિકાની ફરિયાદ લઈ આરોપી પ્રેમી પુરુષને કોરોનાની તપાસ કરાવી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો