તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વગર લાઈસન્સે ટેમ્પો ચાલક ઝડપાયો

ઉચ્છલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉચ્છલ-નિઝર રોડ પર આવેલા ઉચ્છલ તાલુકાના બાબરધાટ ગામે ઉચ્છલ પોલીસ વાહન ચેકિંગમાં હતી. વાહન ચેકિંગ દરમિયાન એક ટાટા કંપનીનો છોટા હાથી ટેમ્પો નંબર- એમ.એચ.12-એફ.ડી. 3646નો ટેમ્પોચાલક પુરઝડપે અને ગફલત ભરી રીતે ટેમ્પો હંકારી આવી રહ્યો હતો.

ઉચ્છલ પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોચાલક નામ- આફતાબભાઈ ઈલિયાસભાઈ મેમણ ઉ.19 રહેવાસી- કુઈદા ‘ હનુમાન ફળિયું ‘ મુળ રહેવાસી - તીનટીંબા, તાલુકો-નવાપુર જી.નંદરબાર (મહારાષ્ટ્ર) તેઓ પાસે લાઈસન્સ ન હતું, જેથી ઉચ્છલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો