કાર્યવાહી:ભડભુજા પાસેથી ખીચોખીચ ભેંસો ભરેલો ટેમ્પો ઝડપાયો

ઉચ્છલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ-નવાપુર હાઈવે પર આવેલ ઉચ્છલ ના ભંડભુજા રોડ પર એક ટેમ્પો નંબર- જીજે 14 એક્ષ 2528 આઈસર ટેમ્પોમા ખીચો ખીચ ભેંસો નંગ- 7 તેની કિંમત રુપિયા-70,000/- તથા એક નાના પાડીયાની કિંમત રુપિયા-1000/- તથા ટેમ્પો ની કિંમત રુપિયા-3,00,000/- જેટલી થવા જાય છે.તેને ટેમ્પામાં ખીચો ખીચ અને ટુકી દોરી વડે બાંધીને તેઓને ખાવા માટે કોઈ ધાસચારો કે પાણીની સગવડ વિના લઈ જવાઈ રહ્યા હતા.

વધુમા તેઓ પાસે જુના અને કોઈ પ્રાથમિક સારવારના મેડિકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસર ના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઈ જતાં પકડાઈ ગયા હતા. આ કામે ટેમ્પો માંથી ભાગી ગયેલ સંભાભાઈ લાલભાઈ બેલધર. (રહે- હરસુધા, ધુલિયા (મહારાષ્ટ્ર) તથા આ કામનો પશુઓ ભરી આપનાર શાદુલભાઈ પુનાભાઈ રબારી. (રહે-બાજીપુરા,પુલ ફળિયું તા.વાલોડ) તથા પશુઓ લેનાર લાલભાઈ સાહેબરાવ બેલધર ના ઓને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરેલ છે. ગુજરાત માંથી અન્ય કોઈપણ રાજ્યમાં દુબળા પાણીઓ તથા ભેંસો હેરાફેરી પર પ્રતિબંધ છતાં હેરાફેરી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...