કાર્યવાહી:ગાંધીનગર અને કટાસવાણથી 14 મુંગા પશુને ઉગારી લેવાયા

ઉચ્છલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર કટાસવાણ અને ગાંધીનગર હાઈવે પર ભેંસો નંગ-11 અને ગાય નંગ-2 સહિત એક વાછરડું ગેરકાયદે લઈ જતા પોલીસે ઝડપી પાડ્યા છે. ઉચ્છલ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલ ગાંધીનગરના શિવસાગર હોટલ પરના રસ્તાની આગળ લોગાખાન કાજીખાન આલીસર અનહાદીખાન અલીસર બાપુ. (રહેવાસી- કામરેજ. જી.સુરત) ટાટા ટ્રક નંબર- જીજે-19-ટી-5002 મા 11 ભેંસો ટુકી દોરી વડે બાંધી કોઈ ઘાસચારો કે પાણી ની સગવડ વિના લઈ જતા હોય. તેમજ કોઈ પ્રાથમિક સારવાર ના મેડિકલ સાધનો તેમજ સક્ષમ અધિકારી ના પમાણપત્ત કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી જતા પોલીસે ઝડપી પાડયા હતા.

આ ઘટનામાં ડ્રાઇવરની અટક કરી હતી જ્યારે હદીખાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. વધુમાં ઉચ્છલના કટાસવાણ ગામની સીમમાં આવેલ બેકી પોલીસ ચોકી પાસે પણ આજરોજ આરોપી-મોહમદ રામ તલ્લા ખાન રહેવાસી -ડોડાઈચા ગામના માર્કેટ મા તા.સિદખેડા.જી.ધુલિયા ( મહારાષ્ટ્ર) પોતાની કબજાના બોલેરો પીક અપ ગાડી નંબર- જી.જે.26 ટી. 7192 કિંમત રુ.200000/- ની ગાડીમા ગાયો નંગ-2 તથા એક વાછરડું બન્ને ની કિંમત 41000/- મળી પશુઓ બીજા રાજ્ય મા લઈ જતા ઝડપાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...