અકસ્માત:આનંદપુર પાસે સર્વિસ રોડ પર બાઈક સ્લીપ થતાં યુવકનું મોત

સોનગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામ નજીક હાઇવે ના સર્વિસ રોડ પર એક બાઈક સ્લીપ થઈ જતાં ચાલક નું મોત થયું હતું જ્યારે બાઈક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઇજા થવા સાથે બચાવ થયો હતો. નવાપુર તાલુકાના બેડકી ગામે રહેતાં જિતેન્દ્રભાઈ મુકેશભાઈ ગાવીત ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા હતા.તેઓ શનિવારે રાત્રે મિત્ર એવાં પિંકલ કમલેશ ગાવીત સાથે યુનિકોન બાઈક નંબર GJ-26-AC-1771 લઈ ઉચ્છલ ના મીરકોટ ખાતે આયોજિત એક લગ્ન પ્રસંગ માં ભાગ લેવા માટે આવ્યા હતા.

રાત્રે 1.30 કલાકના અરસામાં લગ્નમાં જમી લીધા બાદ એઓ પરત બેડકી જવા નીકળ્યા હતા આ વખતે બાઈક ચાલક જિતેન્દ્ર મુકેશ ગાવીતે આનંદપુર ચોકડી નજીક આવેલ એક હોટલ માં નાસ્તો કરવા માટે બાઈક ને સર્વિસ રોડ પર લીધી હતી.આ બાઈક સર્વિસ રોડ પર આવેલા દેવળ પાસે થી પસાર થઇ રહી હતી ત્યારે ચાલક જિતેન્દ્ર મુકેશ ગાવીતે આ બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈક ને સ્લીપ ખવડાવી દેતાં બંને યુવકો રોડ પર ફેંકાઈ ગયા હતા.

આ બનાવમાં ચાલક જિતેન્દ્ર ને માથામાં, કપાળ માં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી જ્યારે પિંકલ ગાવીત જમણા પગના ઘૂંટણ પર ઇજા થઇ હતી.બંને ઇજાગ્રસ્ત ને સારવાર માટે સોનગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર ના ડૉકટરે બાઈક ચાલક જિતેન્દ્ર ગાવીત ને તપાસી મૃત્યું પામેલા જાહેર કર્યા હતા.આ અંગે ઉચ્છલ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...