તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો સંગ્રહ:ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે ઉકાઈ ડેમમાં હજુ 41% પાણીનો સંગ્રહ

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેમની કુલ સંગ્રહ શક્તિ 7414 MCM,હાલ ડેમમાં 3062 MCM પાણી
  • હાઈડ્રો પાવરના 2 યુનિટ અને સિંચાઈ માટે રોજ 12,816 ક્યુસેક પાણી છોડાય છે

સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે તાપી નદી પરના ઉકાઈ ડેમમાં હાલ તેની કુલ સંગ્રહ શક્તિ ના પ્રમાણમાં 41.31 % જેટલું પાણીનો સંગ્રહ થયો છે.હાલ ઉપરવાસમાં આવેલ રેઈનગેજ સ્ટેશનો પર નામ માત્રનો વરસાદ નોંધાયો હોય ચિંતાનું કોઈ કારણ જોવા મળતું નથી. સિંચાઇ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ રુલ લેવલ પ્રમાણે ડેમમાં પહેલી જુલાઈ સુધીમાં 321 ફુટ પાણી સંગ્રહ કરી શકાય છે. એના પ્રમાણમાં ડેમની સપાટી હાલ સાત ફુટ જેટલી ઓછી છે.

જોકે હાલ, હાઈડ્રો પાવરના 2 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી કુલ 12216 ક્યુસેક પાણી હાઈડ્રો યુનિટ થઈ નદીમાં, જયારે સિંચાઇ માટે કેનાલ દ્વારા 600 ક્યુસેક પાણી મળી કૂલ 12, 816 ક્યુસેક પાણી ડેમમાંથી દરરોજ છોડવામાં આવી રહ્યું છે. સોનગઢ તાલુકામાં તાપી નદી પર આવેલ ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાય છે અને ડેમ થકી સુરત,વલસાડ,તાપી,નવસારી વગેરે જિલ્લામાં સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવે છે.

હાલ જૂન માસ ચાલતો હોય ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ શરૂ થઇ ગયો છે.ઉપરવાસમાં આવેલ ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મળી કૂલ 51 જેટલા રેઈનગેજ સ્ટેશનો નક્કી કરવામાં આવ્યા છે અને ત્યાં નોંધાતા વરસાદને આધારે ઉકાઈ ડેમમાં વરસાદી પાણીના આવકની સચોટ માહિતી ભેગી કરવામાં આવતી હોય છે અને બાદમાં ડેમમાં કેટલું પાણીનો સંગ્રહ કરવો એ બાબતે નિર્ણય લેવામાં આવતો હોય છે. આ વર્ષે 2021 માં પહેલી જૂનના દિવસે ડેમની સપાટી 317.22 ફુટ નોંધાઈ હતી, જયારે આવક શૂન્ય ક્યુસેક રહી હતી.હાલમાં ડેમમાંથી કેનાલ મારફત અને હાઈડ્રો પાવર માટે નદીમાં પાણી છોડવામાં આવતું હોય ડેમની સપાટીમાં ધીમીધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

આ વર્ષે બુધવારે 16 મી જૂનના દિવસે ઉકાઈ ડેમની સપાટી 314.16 ફુટ જોવા મળી હતી જ્યારે આજ સમયગાળામાં ગત વર્ષે 2020 માં 14 મી જૂને ડેમની સપાટી 318.36 ફુટ હતી અને ઉકાઈ ડેમમાં 3522 MCM એટલે કે 47 % જેટલું પાણી ઉપલબ્ધ હતું.આ વર્ષે બુધવારે ડેમની સપાટી 314.16 ફુટ છે અને ડેમમાં 3062 MCM એટલે કે કુલ સંગ્રહ શક્તિના પ્રમાણમાં 41 % જેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ હોય સિંચાઇ માટે કે પીવાના પાણી માટે મુશ્કેલી પડવાની કોઈ સંભાવના નથી.

ડેમની પાણીની કુલ સંગ્રહ શક્તિ 7414 MCM જ્યારે હાલ ડેમમાં 3062 MCM પાણી ઉપલબ્ધ
ઉકાઈ ડેમમાં કુલ 7414 MCM પાણીનો સંગ્રહ કરી શકાય છે એના પ્રમાણમાં બુધવારે ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 3062 MCM ઉપલબ્ધ છે જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 41% થાય છે. હાલમાં ઉપરવાસમાં રેઈનગેજ સ્ટેશનો પર એવરેજ 5થી 10 મિમી વરસાદ છે ત્યારે હાલમાં ટૂંકા સમયગાળામાં ડેમમાં પાણીની આવકની સંભાવના નહિવત છે.

રૂલ લેવલ ધ્યાનમાં રાખી પાડી છોડાશે
હાલમાં ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય સિંચાઇ અને પીવાના પાણી બાબતે ચિંતાનું કોઈ કારણ નથી. નજીકના સમયમાં પાણી છોડવાનું આયોજન નથી. ઉપરવાસની પાણીની આવક અને રુલ લેવલ ધ્યાનમાં રાખી પાણી છોડવામાં આવશે. > પ્રતાપભાઈ વસાવા, કાર્યપાલક ઈજનેર, ઉકાઈ

હાઈડ્રો પાવર પ્રોજેક્ટના માધ્યમથી 12216 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
ઉકાઈ ડેમમાં હેઠવાસમાં 75 યુનિટની ક્ષમતાના એક એવાં મળી કુલ ચાર હાઈડ્રો યુનિટ આવેલ છે અને એના થકી પાણીનો ઉપયોગ કરી વીજળીનું ઉત્પાદન મેળવવામાં આવતું હોય છે. હાલમાં ડેમમાં પાણીનો સારો એવો જથ્થો ઉપલબ્ધ હોય ડેમના અધિકારીઓ દ્વારા હાઈડ્રો પાવરના 2 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે.ઉકાઈ ડેમમાં હેઠવાસમાં 75 યુનિટની ક્ષમતાના એક એવાં મળી કુલ ચાર હાઈડ્રો યુનિટ આવેલ છે અને એના થકી પાણીનો ઉપયોગ કરી વીજળીનું ઉત્પાદન મેળવવામાં આવતું હોય છે. હાલમાં ડેમમાં પાણીનો સારો એવો જથ્થો ઉપલબ્ધ હોય ડેમના અધિકારીઓ દ્વારા હાઈડ્રો પાવરના 2 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...