વિવાદ:બંધારપાડામાં ખેતર ખેડવા મુદ્દે વિધવા મહિલાને ધમકી અપાઇ

સોનગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા એસપીને ફરિયાદ

સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામે રહેતા એક વિધવા મહિલા અને અન્ય પરિવારજનો વચ્ચે ખેતી ની જમીનના હક બાબતે વિવાદ ઉભો થયો હતો.આ અંગે વિધવા મહિલા ને સામા પક્ષ તરફ થી ધમકીઓ મળતાં તાપી એસપી ને ફરિયાદ કરવામાં આવી હતી. અરુણાબહેન રમેશભાઈ ગામીત અને તેમની દીકરી કરિશ્મા રમેશભાઈ ગામીત ની બાપદાદા ના સમયથી જમીન ચાલતી આવી છે.ગત 21 મી એ સવારે એઓ હાજર હતા ત્યારે એમના સંબંધીઓ એવાં બાબુભાઇ ગામીત,દિલીપભાઈ ગામીત,રાગુ બહેન ગામીત,ઉષાબહેન,નંદલીબહેન અને સ્નેહલભાઈ રહે.તમામ બજાર ફળિયું મોટા બંધારપાડા ત્યાં ટ્રેકટર લઈ ને આવ્યા હતા.

એમણે ખેતર ખેડવાનું શરૂ કરતાં અરુણાબહેને એમને હાલમાં ખેતર ખેડવાનું નથી એમ કહી અટકાવતાં અને પૂછપરછ કરતા સામેવાળાઓ એ તેમના પર ટ્રેકટર ચઢાવી દેવાની કોશિશ કરી હોવાનું કહેવાય છે.બાદમાં અરુણાબહેન ને ધાકધમકી અને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.આ સંદર્ભે વિધવા એવાં અરુણાબહેને સ્થાનિક બંધારપાડા આઉટપોસ્ટમાં અરજી આપી હતી પરંતુ ત્યાંના જમાદારે કોઈ કાર્યવાહી ન કરતા એમણે તાપી જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરી હતી.આ બાબતે સામે પક્ષે અન્ય પરિવારજનો દ્વારા પણ આજ બાબતે પોલીસમાં અરજી આપવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...