તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મજૂરી કરવા કેમ ન આવ્યો, કહી યુવક પર લાકડાંના સપાટા મારી હુમલો કર્યો

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉચ્છલના કરોડ ગામનો બનાવ, ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો

ઉચ્છલ તાલુકાના કરોડ ગામે રહેતા એક શ્રમજીવી યુવક પર ગામમાં જ રહેતા ચાર લોકોએ મજૂરી કામે નહિ આવવાની બાબતે લાકડાં ના સપાટા વડે હુમલો કરતા એને ઇજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઉચ્છલ તાલુકાના કરોડ ગામે પત્ની સાથે રહેતા દિલીપ ગિરધરભાઈ વસાવા મૂળ સાગબારા તાલુકાનો વતની છે અને હાલ મજૂરી કામ માટે કરોડ ખાતે રહે છે. દિલીપભાઈ ગત નવમી મેના રોજ ગામમાં રહેતા કૈલાસ વળવીના મકાન બાંધવાની કામગીરીમાં મજૂરી કામ કરતો હતો ત્યારે ત્યાં જતીન સૂર્યા વસાવા ત્યાં આવ્યો હતો. તેણે દિલીપને ઉદ્દેશીને કહ્યું કે ‘તું મારા ઘરે મજૂરી કરવા કેમ નહિ આવ્યો’ એમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.

આ સમયે દિલીપે કહ્યું કે હવેથી હું તમારે ત્યાં મજૂરી કામે આવવા માટે મારી મરજી નથી.જેથી આ બાબતે ઉશ્કેરાટ માં આવી ગયેલા આરોપી જતીને નજીક પડેલા લાકડાંનો સપાટો ઊંચકી દિલીપ વસાવાને હાથમાં અને ખભાના ભાગે બે ત્રણ સપાટા મારી દીધા હતા. આ સમયે ત્યાં દોડી આવેલ જતીનના ભાઈ એવાં વિલાસ સુર્યા વસાવા,વિક્રમ સૂર્યા વસાવા અને પુત્ર મોહિર જતીન વસાવા એ પણ શ્રમજીવી એવાં દિલીપ વસાવાને ઢીકમુક્કીનો માર માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ ત્યાંથી નાસી ગયા હતા.

બનાવમાં ઇજાગ્રસ્ત દિલીપને સારવાર અર્થે ઉચ્છલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે નજીક આવેલ નવાપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે ભોગ બનનાર ના પિતા ગિરધર વસાવાએ આરોપી એવાં જતીન સૂર્યા વસાવા, વિલાસ સૂર્યા વસાવા, વિક્રમ સૂર્યા વસાવા અને મોહીર જતીન વસાવા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતા આખરે પોલીસમાં ફરિયાદ આપવામાં આવી
આ બાબતે બંને પક્ષો વચ્ચે ગામ રાહે સમાધાન બાબતે પ્રયાસ કરવામાં આવ્યા હતા.આરોપીઓ દ્વારા ઇજાગ્રસ્તનો દવાખાનાનો તમામ ખર્ચ આપવા બાબતે સહમતી બની હતી પરંતુ પાછળથીએ પણ મંજૂર કરવામાં ન આવતા આખરે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...