તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:કોરાલામાં ઘરમાલિક જાગી જતાં ચોરો બાઈક અને મોબાઈલ મૂકી ભાગ્યા

સોનગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુકરમુંડાના કોરાલા ગામે આંગણામાં કરવામાં આવેલા બોરમાં ગોઠવેલો સબમર્સીબલ મોટર પંપ ચોરવા માટે બાઈક લઇ ત્રણ ઈસમો આવ્યા હતા. જો કે આંગણામાં થતાં અવાજને કારણે ઘર માલિક જાગી જતાં એમણે નજીક રહેતા પોતાના ભાઈને જગાડ્યો હતો. ચોરટા લોકોએ ફરિયાદીને નિહાળતા જ બાઈક પર મોટર ચોરી નાસવા માંડ્યા હતા. જો કે ફરિયાદી અને તેના ભાઈએ ચોર ઇસમોનો પીછો કરતા બાઈક પડી ગઈ હતી. આથી ત્રણે ચોરટા બાઈક અને મોબાઈલ સ્થળ પર છોડી મોટર લઈ શેરડીના ખેતરમાં નાસી ગયા હતા.

કોરાલા ગામે રહેતા કુંદનભાઈ પાડવી ખેતી કરે છે.એમણે ઘર આંગણે બોર કરાવ્યો છે અને એના પર સબમર્સીબલ મોટર પંપ પણ બેસાડ્યો હતો. સાતમી જુલાઈએ પરિવારજનો જમી પરવારી સુઈ ગયા હતા. પરંતુ રાત્રિના 2.30 કલાકના અરસામાં આંગણામાંથી અવાજ આવતા જાગી ગયા હતા. એમણે અજવાળામાં આંગણામાં નજર નાખતા ત્રણ ચોર બોર પર ગોઠવેલ સબમર્સીબલ ખોલતાં નજરે પડ્યા હતા. આ અંગે કુંદનભાઈએ પોતાના ભાઈ પ્રદીપને ઉઠાડ્યો હતો અને ઘર બહાર આવતા ચોરટાઓ એમને જોઈને મોટર બાઈક પર મૂકી નાસવા માંડ્યા હતા. એ સમયે બંને ભાઈ બાઇકની પાછળ દોડતાં થોડે આગળ જઈ બાઈક સ્લીપ થઈ હતી અને ત્રણે ચોર બાઈક મૂકી મોટર લઈ ખેતરમાં નાસી ગયા હતા. ફરિયાદીએ તપાસ કરતા સ્થળ પરથી બાઈકની સાથે મોબાઈલ મળી આવ્યો હતો. ચોરની બાઈક અને મોબાઈલ લઈ ફરિયાદી ઘરે આવી ગયા હતા. ચોર ઈસમો બાઈક લેવા આવશે અને પકડાઈ જશે એવી ધારણાને કારણે જે તે સમયે પોલીસમાં ફરિયાદ આપી ન હતી, પરંતુ બનાવના ત્રણ ચાર દિવસ બાદ પણ ચોરટાઓ નહિ ડોકાતાં આખરે નિઝર પોલીસને બાઈક અને મોબાઈલ સોંપી દીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.

મોબાઈલ પર આવતા કોલને કારણે તસ્કરો અક્કલકુવા તરફના હોવાની ઓળખ થઇ
આ બનાવમાં ચોર ઈસમો બાઈક નંબર MH-18-AH-3022 અને મોબાઈલ સ્થળ પર મૂકી નાસી ગયા હતા. આ મોબાઈલ પર છેલ્લા બે ત્રણ દિવસથી આવતા કોલના આધારે ચોરટાઓ મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા તાલુકાના પહાડી વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદીએ હાલ સ્થળ પરથી મળી આવેલી બાઈક અને મોબાઈલ પોલીસને સોંપી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...