તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ઊંચાણ પર આવેલા રાસમાટીમાં પાણીની વ્યવસ્થા

સોનગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પહાડી વિસ્તારમાં રાસમાટીની પીવાના પાણી સમસ્યાના નિરાકરણ માટે પાઈપલાઈન નાંખવામાં આવી હતી. - Divya Bhaskar
પહાડી વિસ્તારમાં રાસમાટીની પીવાના પાણી સમસ્યાના નિરાકરણ માટે પાઈપલાઈન નાંખવામાં આવી હતી.
 • સોનગઢમાં એક જ દિવસમાં 200 મીટર લાંબી લાઈન નાંખી પાણી પહોચાડવામાં આવ્યું

સ્થાનિક ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા દ્વારા સોનગઢ તાલુકાના ઓટા મલંગદેવ વિસ્તારના સૌથી વધુ ઊંચાઈ પર આવેલા રાસમાટી ગામ ખાતે પીવાના પાણીની વ્યવસ્થા માટે ઝડપી કામગીરી દાખવી એક જ દિવસમાં 200 મીટર પાઈપલાઈન નાખી નજીકના પાણીના સોર્સથી જુના કૂવામાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર અને ડાંગ જિલ્લાની સરહદ પર આવેલા સોનગઢ તાલુકાનું રાસમાટી ગામ પહાડ પર આવેલું છે. ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે આ ગામમાં ખાસ કરીને ઉનાળાના સમયમાં પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા ઉભી થાય છે. અગાઉના વર્ષોમાં તો ફેબ્રુઆરી માસથી જ રાસમાટી ગામમાં પાણીના ટેન્કર શરૂ થઈ જતા હતા.

પરંતુ ગત વર્ષ તળેટી પર આવેલા કૂવા પરથી મોટર પંપ અને પાઇપલાઇન ગોઠવી મનરેગા યોજના દ્વારા તૈયાર કરલા કૂવામાં પાણી ભેગું કરવામાં આવ્યું હતું. આ કૂવામાંથી ગામના લોકો ઉનાળાના સમયમાં પાણીનો ઉપયોગ કરતા હતાં. આ વર્ષે પણ સોર્સ કૂવામાં પાણીની અછત જણાતા ત્યાંથી 200 મીટર દૂર પંચાયતના અન્ય કૂવામાંથી પાઇપલાઇન દ્વારા મૂળ સુધી પાણી પહોંચાડવાની ઝડપી કામગીરી કરવામાં આવેલ હતી. આમ રાસમાટી ગામની પાણીની સમસ્યા બાબતે હાલ પૂરતી રાહત થઈ છે.

ઓટા મલંગદેવ વિસ્તારમાં આ વર્ષે ઉનાળામાં પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યાં છે અને તાલુકામાં હેન્ડપંપ ટીમ દ્વારા પંપનું રિપેરિંગ અને હેન્ડપંપ ઊંડા ઉતારવાની કામગીરી પણ કરી રહી છે. ઉનાળામાં કોઈ ગામમાં પાણીની સમસ્યા ઉભી ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે જિલ્લામાં જે ગામમાં પાણીની તકલીફ પડતી હોય એમણે તાકીદે પાણી પુરવઠા વિભાગ અથવા જ તંત્રને ધ્યાન દોરવા પણ અપીલ કરી છે અને તેમની સમસ્યા તાકીદે દૂર કરી આપવા સધિયારો આપવામાં આવ્યો છે. એ સાથે જ પીવાના પાણીનો દુરુપયોગ કે અન્ય ઉપયોગ કરનાર સામે પગલાં પણ લેવામાં આવનાર હોવાની ચીમકી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો