તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ પોલીસ મથકે નોંધાયેલા ગુના માં છેલ્લા ત્રણ વર્ષ થી નાસતો ફરતો આરોપી એસઓજી એ ઝડપી લીધો હતો. પોલીસ અધિક્ષક તાપી એ તાપી જિલ્લાનાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુના માં નાસતા-ફરતા આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ ને પકડવા સુચના આપેલ હતી.
આ આધારે એસઓજી પીઆઇ તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ બુધવારે એસઓજી સ્ટાફ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે અરવિંદ ખંડુભાઈ પટેલ (રહેવાસી,દુબળ ફળીયુ, વાંસદા જી.નવસારી) નો સોનગઢ પોલીસ મથકના માઇન્સ એન્ડ મીનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ ના ભંગ મુજબના ગુનામાં સંડોવાયેલ છે અને ઘણા સમયથી નાસતો ફરે છે.આ આરોપી હાલમાં સોનગઢના બંધારપાડા ગામે બસસ્ટેન્ડ પાસે આવનાર છે એવી વિગત મળતા વોચ ગોઠવવામાં આવી હતી.
બંધારપાડા સ્થળ પર તપાસ કરતા બાતમીવાળી જગ્યા ઉપરથી વર્ણનવાળો એક વ્યક્તિ મળી આવતા તેને સોનગઢ પો.સ્ટે.ગુ.ર.નં. 782018 મુજબના ગુનાના કામે સી.આર.પી.સી 41 (1) આઇ મુજબ અટક કરી સોનગઢ પોલીસને સોંપ્યો હતો.આમ છેલ્લાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં એસ.ઓ.જી. તાપીને સફળતા મળેલ છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.