ગૌરવ:શુટિંગ ચેમ્પિયનશિપમાં વ્યારાની દિશા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

સોનગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા ખાતે રહેતા વેપારી સંજયભાઈ અગ્રવાલની દીકરી દિશા અગ્રવાલ નો શુટિંગ ચેમ્પિયનશિપની ગુજરાત ટીમ માં સમાવેશ કરવામાં આવતાં તેમણે અગ્રવાલ સમાજનું ગૌરવ વધાર્યું હતું. દિશા અગ્રવાલને નાનપણથી જ પિસ્તોલ વડે રમવામાં આવતી શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનો શોખ હતો. તેણે આ રમતમાં સતત ભાગ લેવાનું રાખ્યું હતું અને પોતાની પ્રતિભા ચમકાવવાનું યથાવત રાખ્યું હતું.

આખરે દીશા ની મહેનત રંગ લાવી હતી અને એનો સમાવેશ ગુજરાતની ટીમમાં થયો હતો. આવતી 2જી ડિસેમ્બરના દિવસે દિલ્હીમાં મહિલાઓ માટેની 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ યોજાનાર છે. આ સ્પર્ધામાં ગુજરાતની ટીમ પણ ભાગ લેનાર છે ત્યારે આ ટીમના એક સદસ્યા એવાં દિશા અગ્રવાલને સમાજ તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...