ભાસ્કર ઈમ્પેકટ:આખરે ઉચ્છલમાં નવ નિર્મિત કોલેજના મકાનનું શિક્ષણ મંત્રીની હાજરીમાં વર્ચ્યુઅલ ઉદ્‌ઘાટન

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બાબતે ગત 26 સપ્ટેમ્બરે ભાસ્કરના અંકમાં તસવીર સહ અહેવાલ છપાયો હતો

તાપીના છેવાડાનાં વિસ્તારમાં આવેલા ઉચ્છલ તાલુકા મથકે રૂપિયા 6.82 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન કોલેજ-ભવનનું લોકાર્પણ 22/10/21 ના રોજ સવારે 9.30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા થશે.

ઉચ્છલ સ્થિત સમારોહમાં શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી જીતુભાઇ વાઘાણી, કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી અને તાપીના પ્રભારી મુકેશભાઇ પટેલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર ઉપસ્થિત રહેશે. ઉચ્છલ તાલુકા મથકે કોલેજ ભવન તૈયાર થઈને પડ્યું હતું પરંતુ ઉદ્ઘાટનના અભાવે અહીં કોલેજ શરૂ થઈ શકી ન હતી. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના મકાનના અભાવે પડતી મુશ્કેલીઓ બાબતે ગત સપ્ટેમ્બર માસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઝડપથી આ કોલેજ શરૂ ન થાય ઉદ્ઘાટન વિના પણ કોલેજ શરૂ કરી દેવાની માંગ મુકવામાં આવી હતી.

આ બાબતે વિદ્યાર્થીઓની રજૂઆતને વહીવટી તંત્રના ધ્યાને લાવવા માટે દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા ભૂમિકા ભજવવામાં આવી હતી. ગત સપ્ટેમ્બર માસની 26મી એ આ નવી કોલેજનું ઝડપથી ઉદ્ઘાટન કરવામાં આવે તે મતલબનો અહેવાલ પણ છાપવામાં આવ્યો હતો.

આ અહેવાલ બાદ જાગેલા તંત્ર દ્વારા બાકી રહેલી કામગીરી પૂર્ણ કરી ગુરુવારે આ કોલેજની બિલ્ડિંગનું ઉદ્ઘાટન નક્કી થયું છે. હાલ હાઈસ્કૂલમાં ચાલતી કોલેજ હવે નવા આધુનિક બિલ્ડીંગમાં શિફ્ટ થતી હોય વિદ્યાર્થીઓને સુવિધા મળશે, અને સારા સ્થાન પર અભ્યાસ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...