લાલિયાવાડી:છાપટીમાં સીસી રોડના કામમાં વેઠ ઉતારાયાની રાવ

સોનગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલના છાપટી ગામે બનતો સીસી રોડના જેના કામમાં વેઠ ઉતારાતી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે. - Divya Bhaskar
ઉચ્છલના છાપટી ગામે બનતો સીસી રોડના જેના કામમાં વેઠ ઉતારાતી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે.
  • ગ્રામજનોના મતે માર્ગનું કામ પ્લાન અને એસ્ટીમેન્ટ પ્રમાણે નથી થઇ રહ્યું

ઉચ્છલ તાલુકાના છાપટી ગામે પંચાયત દ્વારા નવો બનાવવામાં આવતો સીસી રોડ પ્લાન એસ્ટીમેન્ટ પ્રમાણે ન બનતો હોવાની ફરિયાદ ઉભી થઇ છે. ઉચ્છલ તાલુકાના છાપટી ગામે નિઝર-ઉચ્છલના મુખ્ય રોડથી જાહેર સ્મશાન તરફ જતો રસ્તો અત્યંત બિસમાર બની ગયો હતો. આ રસ્તે થઈ મૃતદેહ લઈ સ્મશાન તરફ જતાં લોકોને ખાસ કરીને ચોમાસાના સમયમાં ઘણી મુશ્કેલી પડતી હતી.આખરે ગ્રુપ ગ્રામ પંચાયત છાપટીના સરપંચ દ્વારા આ રસ્તો આરસીસી રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એ પ્રમાણે કામગીરી આગળ ચાલી હતી.

તાજેતરમાં એક એજન્સી દ્વારા આ સીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ કામગીરી દરમિયાન વપરાશમાં લેવામાં આવતું મટીરીયલ યોગ્ય કક્ષાનું વાપરવામાં ન આવતું હોવાની ફરિયાદ ઉભી થઇ છે. રસ્તાના કામમાં કપચી, સિમેન્ટ અને રેતીનો ખુબ ઓછો વપરાશ કરવામાં આવી રહ્યો છે. આ કારણે રસ્તો ટકાઉ કે મજબૂત બનવાના બદલે હલકી કક્ષાનો બની રહ્યો હોય એવાં હાલ છે. આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને સીસી રોડ સારો અને ટકાઉ બનાવવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...