તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપૂતરની ક્રૂરતા:ખરસી ગામે બોરના પાણી મુદ્દે પરિવારમાં વિવાદ થતા વહુએ પકડી રાખી ને પુત્રએ વૃદ્ધ માતાનો હાથ મચકોડી તોડી નાંખ્યો!

સોનગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સોનગઢના ખરસી ગામે એક વૃદ્ધ મહિલાને તેના પુત્ર અને પુત્રવધુએ બોરમાંથી પાણી આપવાના મુદ્દે માર માર્યો હોવાનો બનાવ નોંધાયો હતો. સોનગઢ તાલુકાના ખરસી ગામે રહેતા લલિતા બહેન જનતા ભાઈ ગામીત (75) હાલ નાનો પુત્ર જિતેન્દ્ર રહે છે જયારે મોટો પુત્ર જયેશ ગામીત તેના પરિવાર સાથે અલગ રહેતો આવ્યો છે.

પુત્રએ માતાને ઉશ્કેરાઈનો ગાળો આપી
શનિવારે સાંજના સમયે લલિતા બહેન ઘરે બેઠા હતા ત્યારે એમનો મોટો પુત્ર જયેશ હાથમાં લાકડું લઈ ને પત્ની ચંદ્રિકા સાથે ત્યાં આવ્યો હતો.એણે માતા લલિતા બહેન ને કહ્યું કે મારા પાણીના બોર માંથી લીમજીભાઈ ને પાણી આપવા માટે શું વાત કરી એમ કહી ઝગડો શરૂ કર્યો હતો.આ સમયે લલિતા બહેને કહ્યું કે અમારા પૈસે પાણીનો બોર કરાવ્યો હોવા છતાં તમે અમને પાણી કેમ વાપરવાં દેતા નથી.આ સાંભળી ઉશ્કેરાટ માં ગયેલ જયેશે માતા ને ગાળો આપી હતી અને બાદ માં વહુ ચંદ્રિકાએ સાસુ ને પકડી રાખ્યા હતા અને પુત્ર જયેશે પોતાની માતા નો ડાબો હાથ આમળી દઈ જમીન પર પાડી દીધા હતા.

અભયમની ટીમે આવી બચાવ્યા
દરમિયાન બૂમાબૂમ થતા બંને આરોપી ત્યાંથી નાસી ગયા હતા.આ મામલે મહિલાએ મદદ માટે 181 પર ફોન કરતા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.આ બનાવમાં લલિતાબહેનના ડાબા હાથની કોણી ના ઉપરના ભાગનું હાડકું તૂટી જતા એમને ફ્રેક્ચર થયું હતું અને સારવાર માટે વ્યારા ખાતે ખસેડાયા હતા.આ અંગે સોનગઢ પોલીસ મથકે મોડી રાત્રીના સમયે લલિતા બહેને પોતાના પુત્ર જયેશ ગામીત અને પુત્રવધુ ચંદ્રિકા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો