તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉકાઈ ડેમ ના સરોવરમાં હમણાં સુધી સ્થાનિક મત્સ્ય ઉદ્યોગ મંડળીઓને માછલી પકડવા માટેનો ઈજારો આપવામાં આવતો હતો, જો કે હાલમાં સરકારે નીતિમાં ફેરફાર કરી આ ઈજારો ઇ-ઓક્શન દ્વારા ખાનગી કંપનીને ઊંચી કિંમતે આવનાર પાંચ વર્ષ માટે ફાળવી દેવામાં આવ્યો છે. આ બાબતે સ્થાનિક મત્સ્ય ઉદ્યોગ મંડળીઓ દ્વારા એમની રોજગારી છીનવાઈ જવાની છે. છેક ગાંધીનગર કક્ષાએ પોતાની રજૂઆત કરી સરકારી નીતિરીતિ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
આ અંગે તાપી અને નર્મદા જિલ્લાના જુદાજુદા તાલુકામાં હાલમાં 13 મત્સ્ય ઉદ્યોગ મંડળીઓ નોંધાયેલી છે. આ તમામ મંડળીઓમાં આદિવાસી સભાસદો છે અને ઘણા વર્ષોથી ઉકાઈ ડેમના સરોવરમાં માછલીઓ પકડી પોતાનું જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે. આ અંગે સરકારે પણ સને 2004માં એક ઠરાવ કરી 1000 હેક્ટરથી ઉપરના તમામ જળાશયોમાં સ્થાનિક આદિવાસી મત્સ્યો ઉદ્યોગ મંડળીને અપસેટ કિંમતમાં મચ્છીમારીનો ઈજારો આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
જો કે જુલાઈ 2020માં ઉકાઈ જળાશયમાં માછીમારી પ્રવૃત્તિ માટે 1-7-20થી 10-6-25 સુધીના સમયગાળા માટે ઇ-ઓક્શન દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા અને એમાં અપસેટ પ્રાઈઝ 33,89,169 નક્કી કરવામાં આવી હતી. જોકે, ગત 26-8-20ના દિવસે યોજાયેલા ઇ-ઓક્શનમાં સહુથી વધુ રકમનું ટેન્ડર તન્વી એક્વા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 3,50,30,000 (ત્રણ કરોડ પચાસ લાખ અને ત્રીસ હજાર)નું ભરવામાં આવતા આ ખાનગી કંપનીને માછીમારીનો ઈજારો આપી દેવામાં આવ્યો છે.
અનામત વિસ્તારમાં બહારની કંપનીને ઈજારો ન આપી શકાય
ઉકાઈ જળાશય આદિવાસી અનામત વિસ્તારમાં હોય બહારની કંપનીને ઈજારો આપી શકાય નહીં સાથોસાથ સ્થાનિક વર્તમાનપત્રમાં પણ કોઈ પણ જાતની જાહેરાત વિના કે સ્થાનિક મંડળીઓની જાણ બહાર આપવામાં આવેલા આ ઈજારો રદ કરવામાં આવે અને નિયમોનુસાર સ્થાનિક મંડળીઓ પાસે અરજી મંગાવી તેઓને જ અપસેટ પ્રાઈઝમાં એટલે કે 33.89 લાખ રૂપિયામાં જ ઉકાઈ જળાશયમાં માછીમારી કરવાનો ઈજારો આપવામાં આવે તેવી માંગ મૂકી છે. આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો સમગ્ર મામલો નામદાર હાઇકોર્ટ સમક્ષ લઈ જવાની ચીમકી પણ નોટિસમાં આપવામાં આવી છે.
મત્સ્યોદ્યોગ કમિશનર ગાંધીનગરને નોટિસ પાઠવી
સ્થાનિક મત્સ્ય ઉદ્યોગ મંડળીઓ વતી સરકારની આ કામગીરીને ગેરબંધારણીય અને મનસ્વી જણાવવામાં આવી છે. આ અંગે તેમના પ્રતિનિધિ ભામટિયાભાઈ વસાવાએ એમના વકીલ મારફત કૃષિ કલ્યાણ વિભાગના સચિવ અને મત્સ્યોદ્યોગ કમિશનર ગાંધીનગરને એક નોટિસ પાઠવી છે. એમાં જણાવ્યા અનુસાર આ ટેન્ડર ઇજારાનીતિની વિરુદ્ધ છે અને એથી સ્થાનિક આદિવાસીઓની રોજગારી છીનવાઈ જવાની છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.