તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બ્રિજની દિવાલ ત્યારબાદ વીજથાંભલા સાથે બાઈક અથડાતાં બે યુવકના મોત

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેલદાનો યુવક મિત્ર સાથે વગર નંબરની બાઈક લઈ ઉચ્છલ આવ્યા હતા પરત ફરતી વેળા અકસ્માત

ઉચ્છલ નિઝર રોડ પર આવેલા ટોકરવા ગામની સીમમાં ગુરુવારે મોડી સાંજે સર્જાયેલા અકસ્માતના બનાવમાં વેલદા તા.નિઝર ગામનો એક બાઈકચાલક પોતાના મિત્રને બાઈક પર બેસાડી ઉચ્છલથી પરત પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક બાઇકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક રોડ સાઈડ પર આવેલા એક બ્રિજની દિવાલ સાથે અને ઈલે.થાંભલા સાથે અથડાઈ હતી. આ બનાવમાં ગંભીર ઇજા પામેલા બંને યુવકોના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. આ અંગે ઉચ્છલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

નિઝર તાલુકાના વેલદા ગામે જલારામ ફળિયામાં રહેતા અને બનાવના ફરિયાદી એવાં યુસુફભાઇ મહમદ અલી મકરાણી ટ્રક પર ડ્રાઈવિંગ નું કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે.એમના ચાર સંતાનો પૈકીના નુરમહંમદ યુસુફભાઇ મકરાણી(21) વેલદા ગામના ચાર રસ્તા નજીક આવેલા એચપી પેટ્રોલ પંપ પર નોકરી કરી અને ઘર પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો.પરિવાર જનોએ ગત થોડા સમય પહેલા જ બજાજ કંપનીની KTM બાઈક ખરીદી હતી અને તેનો ઉપયોગ નુરમહંમદ કરતો હતો.

ગુરુવારે બપોરે નુરમહંમદ પોતાની વગર નંબરની આ KTM બાઈક પર પોતાના મિત્ર એવાં યોગેશભાઈ ઇશ્વરભાઈ ગાવિત(20) રહે.ખેરવા તા.નિઝર ને બેસાડી ઉચ્છલ તરફ કામ અર્થે ગયા હતા.મોડી સાંજે તેઓ કામ પૂર્ણ કરી ઉચ્છલ થી પરત વેલદા જવા નીકળ્યા હતા. આ બાઈક નિઝર રોડ પર આવેલા ટોકરવા ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે ચાલક નુરમહંમદે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને પોતાની બાઇકને રસ્તા નજીક આવેલા એક બ્રિજની દિવાલ સાથે અને ઇલેક્ટ્રિક થાંભલામાં અથડાવી મારી હતી.

આ અકસ્માતના બનાવમાં બાઈકચાલક નુરમહંમદ મકરાણીને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી, જયારે બાઈક ની પાછળ બેઠેલા યોગેશભાઈ ગાવિતેને પણ માથામાં અને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આ બનાવમાં બંને યુવકોને પ્રમાણમાં વધુ ઇજા થવાના કારણોસર સારવાર મળે એ પહેલા જ સ્થળ પર કરુણ મોત નીપજ્યાં હતા. આ અંગે ઉચ્છલ પોલીસે અકસ્માતમાં મરણ જનાર બાઈકચાલક નુરમહંમદ મકરાણી સામે જ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...