ધરપકડ:ધજાંબા પાસે કારમાં 55 હજારના દારૂ સાથે બે પકડાયા, બે વોન્ટેડ

સોનગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાપુરથી દારૂ મંગાવી સુરત છૂટક વેચાણ માટે લઈ જતા હતા

સોનગઢના ધજાંબા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર ના સ્ટાફે બાતમીના આધારે છાપો મારી દારૂ ભરીને સુરત તરફ જતી કાર ઝડપી હતી. આ બનાવમાં સુરત વરાછા રોડ પર રહેતા બે આરોપી ઝડપાયા હતા, જ્યારે દારૂ મોકલનારો અને ભરાવનાર નવાપુરના બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.આ બનાવમાં કુલ 4,26050 ની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

નવાપુરથી કારમાં દારૂ ભરી બે ઈસમ સુરત તરફ જવાના છે એવી બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગ ના સ્ટાફને મળી હતી.આ સંદર્ભે સોનગઢ અને તેની આસપાસ પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન મળેલ બાતમી પ્રમાણે ની મારૂતિ સ્વિફ્ટ કાર નંબર GJ-19-AA-6030 ગુરુવારે મોડી રાત્રીના સમયે સોનગઢ ચેકપોસ્ટ નજીક ગુણસદા તરફ નીકળી હતી અને આગળ દેવજીપુરાથી ઉખલદા તરફ પસાર થતી હોવાની વિગતો પોલીસને મળતા ધજાંબા નજીક તાડફળી પૂલ પાસે નાકાબંધી કરી હતી અને બાતમી મુજબની કાર આવતા અટકાવી તપાસ કરતા એમાં ચારે દરવાજાના પડખામાંથી અને બોનેટના ભાગથી 487 દારૂની બોટલ મળી હતી.

આ સંદર્ભે કારમાંથી મળી આવેલ ભરત પાટલિયા રહે.સુરત અને મનોજ ચહેતુભાઈ સોનકર રહે.સુરતની અટક કરી પૂછપરછ કરી હતી.દારૂ નવાપુર ે રહેતો સાબિર ઉર્ફે સુનિલ અને એક અન્ય ઇસમે ભેગા મળી ભરાવ્યો હતો. ભરત પાટલિયા સુરત છૂટક વેચાણ માટે લઈ જતો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે 3.50 લાખની કાર,55,100નો દારૂ અને મોબાઈલ તથા રોકડા 15450 મળી કુલ 4,26,050 નો મુદ્દામાલ સીઝ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...