તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મેઢા નજીક જંગલમાં ભૂંડનો શિકાર કરવા ગયેલા બે પકડાયા

સોનગઢ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2 દેશી બંદૂક અને છરા સહિતની ચીજવસ્તુ કબ્જે કરાઇ

સોનગઢ તાલુકાના મેઢા ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાંંથી બંદૂક લઈ પસાર થતો એક ઈસમ મળી આવ્યો હતો. એની પૂછપરછમાં નજીકના કણજી ગામનો ઈસમ પણ બંદૂક લઈ વન્ય વિસ્તારમાં જંગલી ભૂંડનો શિકાર કરવા આવતો હોવાની વાત કબૂલતા બંનેની અટક કરી હતી.

સાદડવેલ રેન્જમાં આવેલા મેઢા ગામ નજીક કંપાર્ટમેન્ટ નંબર 230માં વન વિભાગ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. સાંજેે ગાયકડા જંગલમાંથી આવતા બે ઈસમો નજરે પડ્યાં હતાં. એ પૈકી રામસિંગ ચંપક ગામીત પાસેથી વગર પરમિટની હાથ બનાવટની બંદૂક હતી. સાથોસાથ બંદૂકમાં વાપરવામાં આવતા છરા નંગ-47, ફટાકડી રોલ, પ્લાસ્ટિક બોટલ, ગંધક અને કાચપેપર જેવી ચીજવસ્તુ મળી આવી હતી, જયારે લાલા કાદિયા ગામીત પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. બંદૂક સાથે પકડાયેલા રામસિંગની પૂછપરછ કરતા ભૂંડનો શિકાર કરવા ગયો હોવાનું કબલ્યુ હતું. એની સાથે નજીક કણજી ગામનો લાલજી મગન ગામીત પણ આવતો હોવાનું જણાવ્યું હતું.

લાલજીને અટકમાં લઇ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા લાલજીના સંબંધીના ખેતરના શેઢામાં સંતાડેલી વધુ એક દેશી બંદૂક મળી હતી. વન વિભાગના વિરલ ગામીતે આરોપી રામસિંગ અને લાલજી ગામીત સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે બંદૂક સહિત કુલ 10,471 નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો