તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સોનગઢમાં મોડે સુધી દુકાન ખુલ્લી રાખવા મુદ્દે બે દુકાનદાર બાખડતાં એક પર ચપ્પુ વડે હુમલો

સોનગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘટના બાદ અન્ય વેપારીઓ દવાખાને દોડી આવ્યા હતા. - Divya Bhaskar
ઘટના બાદ અન્ય વેપારીઓ દવાખાને દોડી આવ્યા હતા.
 • શાકભાજી માર્કેટમાં બનેલી ઘટનામાં વેપારીને સારવાર અર્થે સોનગઢ બાદ બારડોલી ખસેડાયો

સોનગઢના શાકભાજી માર્કેટમાં દુકાન ધરાવતા બે વેપારીઓ વચ્ચે મોડે સુધી દુકાન ખુલ્લી રાખવાની બાબતે ઝઘડો થતાં એ પૈકીના એકે ચપ્પું વડે સામેના વેપારીને આડેધડ ઘા મારતા ગંભીર ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે બારડોલી ખસેડાયો હતો. સોનગઢ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.

સોનગઢના શાકભાજી માર્કેટમાં યુવક મંડળ પાસે ફતેસિંહરાવ હરપડે વેપારી શાકભાજી અને મરચાંનો વેપારની દુકાન ધરાવે છે, જયારે આ જ માર્કેટમાં રાકેશ ઉર્ફે બંટી રાજેન્દ્ર ચૌધરી નામનો યુવક અગરબત્તી વેચાણ કરે છે. બુધવારે મોડી સાંજે ફતેસિંહરાવ લક્ષ્મી મોલ નજીક ગરનાળા પાસે ઉભા હતા ત્યારે રાકેશ ઉર્ફે બંટી ત્યાં આવ્યો હતો. આ સમયે ફરિયાદી ફતેસિંહરાવે આરોપી રાકેશને પૂછ્યું કે તારી દુકાન હજી સુધી કેમ ચાલુ છે.

આ બાબતે રાકેશને ખોટું લાગી આવતા તેણે ફરિયાદીને કહ્યું કે તું મને કોણ પૂછવા વાળો તું ઉભો રહે હું આવું છું. આમ કહી રાકેશ ત્યાંથી ચાલી ગયા બાદ ગણતરીની મિનિટમાં પાછો આવ્યો હતો તેણે ફતેસિંહરાવને કહ્યું કે મારી દુકાન હજી સુધી ચાલુ કેમ રાખી છે એ પૂછવા વાળો તું કોણ છે એમ કહી ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન ઉશ્કેરાટમાં આવી રાકેશ ઉર્ફે બંટીએ પોતાની પાસે રૂમાલમાં વિંટાળી રાખેલું ચપ્પું બહાર કાઢી એના વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો.

આરોપી રાકેશે ફરિયાદી પર ચપ્પુ વડે ડાબા કાન, જમણા હાથના કાંડા પર, ડાબા હાથના ખભાના ભાગે અને છાતી પર જમણી સાઈડ પાંસળીના ભાગે ચપ્પુ વડે ઘા મારતા એઓ લોહીલુહાણ થઇ ઢળી પડયા હતા. ઈજાગ્રસ્ત વેપારી ફતેસિંહરાવને પ્રથમ સારવાર માટે સોનગઢ સરકારી દવાખાને લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે બારડોલી ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે સોનગઢ પોલીસે મોડીરાત્રિના રાકેશ ઉર્ફે બંટી ચૌધરી સામે ગુનો દાખલ કરી અટક કરી હતી. સોનગઢ સરકારી દવાખાને વેપારીઓ દોડી આવ્યા હતા અને ઘટનાને વખોડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો