તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સોનગઢમાં 65 હજારની લૂંટનાં વધુ 2 લૂંટારુ મહારાષ્ટ્રથી પકડાયા

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સગીરની પૂછપરછમાં અન્ય નામો બહાર આવ્યા હતા

ગત સોમવારે રાત્રિના સમયે સોનગઢથી એક્ટિવા લઈ ગુણસદા જતાં યુવકને વાકવેલ ટેકરા પાસે આંતરી ગળે ચપ્પું મૂકી 10,000 અને મોબાઈલ અને એક્ટિવા મોપેડ લઇ ત્રણ આરોપી નાસી ગયા હતા. બનાવમાં ત્રણ પૈકીના એક સગીરને પોલીસે ઝડપી લઇ તેના કબજામાંથી એક્ટિવા અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પૂછપરછમાં અન્ય બેની ઓળખ થતા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધા હતા.સોનગઢના ઉકાઈ રોડ પર ગુણસદા રહેતા ગૌતમભાઈ ગામીત સાતમી જૂને મોપેડ લઇ સોનગઢ આવ્યા હતા. તેઓ રાત્રીના એક્ટિવા લઈ ગુણસદા જવા નીકળ્યા હતા.

આ સમયે વાકવેલ ટેકરા પાસે સામેથી આવતી બાઈક પર બેઠેલા ત્રણ ઇસમોએ બાઈક ગૌતમ ભાઈના મોપેડ નજીક લાવી ઝઘડો કર્યો હતો. બાદમાં બે ઈસમો નીચે ઉતરી ગૌતમભાઈના ગળે ચપ્પું મૂકી દઈ તેની પાસે જે કઈ હોય તે આપી દેવા ધમકી આપી માર માર્યો હતો. આ કારણે ડરી ગયેલા ગૌતમભાઈએ ખિસ્સામાં રાખેલા રોકડા 10,000 અને મોબાઈલ આરોપીને સોંપી દીધો હતો. બાદમાં લૂંટારુઓએ ગૌતમભાઈના કપડા ઉતરાવી લઇ મોપેડ છીનવી નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે ગુનો નોંધાતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા છ દિવસ પછી કાયદાના સંઘર્ષમાં આવેલ ક સગીર આરોપીની અટક કરી એને બાળ કોર્ટમાં રજૂ કર્યો હતો.

સગીરની સોનગઢ પીઆઇ એચ સી ગોહિલ અને ટીમે પૂછપરછ કરતા એની સાથેના અન્ય બે આરોપી બાબતે જાણકારી મળી હતી. પોલીસે આ આરોપીઓના નામ સરનામાં મેળવી મહારાષ્ટ્રમાં તપાસ કરતાં અન્ય બંને આરોપી પણ પોલીસની ગીરફતમાં આવી ગયા હતા. પોલીસે જીતેન્દ્ર ચૌહાણ (26) રહે.આંબેટાંકી જી.અકોલા અને રોહન કોલહે (22)રહે.કુટાસા જી.અકોલા મહારાષ્ટ્રની અટક કરી હતી.

લૂંટમાં ઝડપાયેલા આરોપી રીઢા ગુનેગાર
સોનગઢ ખાતે થયેલી લૂંટની ઘટનામાં પકડાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન તેમણે કામરેજ પો.સ્ટે. વિસ્તારમાંથી ડ્રીમ યુગા બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.એ સાથે જ વધુમાં આરોપી દ્વારા બે આઈફોનની પણ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના હાથે ઝડપાયેલા લૂંટારુ પૈકી જિતેન્દ્ર મંછારામ ચૌહાણ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને તે અગાઉ મહારાષ્ટ્રમાં લૂંટ, ચોરી, મારામારીના ગુનામાં સંડોવાયેલો છે અને લાંબા સમય સુધી જેલમાં રહેલ છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના19 જૂન સાંજ સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...