ક્રાઈમ / સોનગઢના રામપુરા ગામ નજીકથી દારૂ સાથે સુરતના બે પકડાયા

Two from Surat were caught with alcohol near Rampura village in Songadh
X
Two from Surat were caught with alcohol near Rampura village in Songadh

દિવ્ય ભાસ્કર

Jul 02, 2020, 04:00 AM IST

સોનગઢ. સોનગઢના રામપુરા-કોઠાર ગામના ત્રણ રસ્તા પાસેથી મંગળવારે રાત્રીના સમયે પેટ્રોલિંગ કરતી પોલીસે એક લાલ પટ્ટા વાળી કાળા કલરની બજાજ ડિસ્કવર બાઈક નંબર (GJ-05-KC-3940) ને શંકાના આધારે અટકાવી હતી. બાદમાં તપાસ કરતા બાઈક પર રાખેલ થેલા માંથી પાસ પરમીટ વિનાની ઈંગ્લીશ દારૂની નાની મોટી બાટલી નંગ 288 કે જેની કિંમત 7200 જેટલી થાય છે એ મળી આવી હતી. આ અંગે બાઇકચાલક ગણેશ હીરા બીસેન (રહે,ઉધના શાંતિનગર-સુરત) તથા અરુણ બાલુ પાટીલ (રહે,લિંબાયત કૃષ્ણાનગર-સુરત) ની ધરપકડ કરી 02 મોબાઈલ,બાઈક અને દારૂ મળી કુલ 23,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી