તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામથી ચાપાવાડી પાટિયા ઓટા હાઇવેને જોડતો રસ્તો હાલમાં બિસમાર બન્યો હોય વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આ રસ્તા અંગે રજૂઆત થતાં તંત્ર દ્વારા રોડ પર પાવડર પાથરી દેવામાં આવ્યા બાદ કામગીરી બંધ છે.
સોનગઢ નજીક આવેલા રાણીઆંબા ગામ થઈ એક રસ્તો આગળ ચાપાવાડી પાટિયા પાસે જોડાઈ છે. આ રસ્તો જે વખતે ચાપાવાડી રેલવે ફાટક બંધ હોય એ વખતે વાહનચાલકો માટે ઘણો ઉપયોગી સાબિત થાય છે. એ સિવાય સોનગઢના ચકવાણ માર્ગ અને ઓટા હાઇવેને જોડતો પણ અગત્યનો રસ્તો છે અને આ રસ્તા પર થઇ બારેમાસ વાહનવ્યવહાર ચાલે છે. હાલમાં આ રસ્તો સાવ બિસમાર છે અને અહીંથી પસાર થવું વાહનચાલકો માટે મુશ્કેલ બની રહ્યું છે.
આ સમસ્યા અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાયો હતો એ પછી કામ પણ શરૂ થયું હતું. રોડની બંને તરફની સાઈડ સોલ્ડર માત્ર લગાડીને પૂરવામાં આવી હતી અને રોડ પર જીસીબી પાવડર નાખવામાં આવ્યો હતો. આ કામગીરી શરૂ થયા બાદ એજેન્સીને દિવાળી લાગી ગઈ હતી, જેથી કામ બંધ કરી માણસો રવાના થઈ ગયા હતા. હવે દિવાળી પૂરી થઈ ગઈ છે અને રસ્તાના મોટે ભાગના કામો શરૂ થઈ ગયા છે ત્યારે આ રોડનું અધૂરું કામ ક્યારે પૂરું કરવામાં આવશે એવો લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે.
આવતા સપ્તાહમાં જ કામ શરૂ થઇ જશે
હાલમાં આ રસ્તાનું કામ અધૂરું પડ્યું છે એ સાચી વાત છે અને હું બે દિવસ પહેલા જ સ્થળ વિઝીટ કરી આવ્યો હતો. આવતા સપ્તાહમાં જ આ રોડનું કામ ચોક્કસપણે શરૂ કરી દેવા હું એજન્સીને સૂચના આપુ છું. > તરુણ ચૌધરી, ડીઇ, માર્ગ મકાન વિભાગ
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.