તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વેલઝર ગામમાં પાણીની ટાંકી બંધ હોવાથી ગ્રામજનોને મુશ્કેલી

સોનગઢ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નદીના કિનારે ગામ અને લોકો હેન્ડપંપથી પાણી મેળવે છે

સોનગઢ તાલુકાના તાપી કિનારે આવેલા વેલઝર ગામે આવેલ પાણી પુરવઠા યોજના અન્વયે ઉભી કરવામાં આવેલી પાણીની ટાંકી બંધ સ્થિતિમાં હોય લોકોને ઘરઆંગણે પાણી મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યા અંગે વહીવટીતંત્ર યોગ્ય નિરાકરણ કરે એવી માંગ ઉભી થઇ છે.

સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે આવેલ ગામ એવા વેલઝર ગામ ખાતે ગ્રામજનોને ઘરઆંગણે પીવાનું પાણી આપવા માટે પાણી પૂરવઠા યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજના અન્વયે ગામના ફળિયાઓમાં પાઈપલાઈન નાખી સ્ટેન્ડ પોસ્ટ પણ ઉભા કરવામાં આવ્યા હતા. જો કે તાલુકાના અન્ય ગામોમાં જે રીતે પાણી પુરવઠા યોજનાઓ બંધ થઇને પડી છે એવા જ કારણોસર વેલઝરમાં પણ સમગ્ર યોજના નિષ્ફળ સાબિત થઇ છે.

આ યોજના અન્વયે કરવામાં આવતા પાઈપલાઈન સહિતના કામમાં નકરી વેઠ જ ઉતારવામાં આવી હતી અને અંતે થોડા જ સમયમાં લાઈનો તૂટવા સહિતના પ્રશ્નો ઉભા થયા હતા. આમ વેલઝર ગામની પાણી યોજનાનું પાણી રસ્તે જ અટકી ગયું હતું અને પાણીની ટાંકી બંધ સ્થિતિમાં આવી ગઈ છે. હાલમાં ગ્રામજનો ફળિયામાં આવેલ હેન્ડપંપના માધ્યમથી પીવાનું પાણી મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો