તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણને આમંત્રણ:નિઝરના વેલદામાં પટાવાળાના પુત્રના લગ્નપ્રસંગે હજારોની ભીડ, સ્થાનિક PSI અને જમાદાર સસ્પેન્ડ કરાયા

સોનગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ થયા બાદ આયોજકો સામે ગુનો દાખલ
 • કોવિડ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી હજારો લોકો ડીજેના તાલે ઝૂમ્યા

એક તરફ કોરોના મહામારીએ તાપી જિલ્લામાં ઉથલો માર્યો છે ત્યારે બીજી તરફ સરકારે કોવીડ-19 ના સંક્રમણ ને અટકાવવાના ભાગરૂપે જાહેર કરેલ ગાઇડ લાઇનનો નિઝર તાલુકાના વેલદા ગામે મંગળવારે રાત્રીના સમયે યોજાયેલા એક લગ્નપ્રસંગે સરેઆમ ભંગ કરી લોકો ના મોટા ટોળા ભેગા કરવામાં આવ્યા હતા અને ડીજે ના તાલે હજારો લોકો ઝૂમ્યા હતા.આ અંગે નો વિડીઓ બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આયોજકો સામે જાહેરનામાં ના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

હાલ ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને રોજેરોજ પોઝિટિવ કેસ મળી આવવાની સંખ્યામાં જયારે વધારો નોંધાઈ રહ્યો છે એવાં સમયમાં હજી કેટલાક લોકો કોરોનની ગાઇડલાઇન નો ભંગ કરી લગ્નપ્રસંગે મોટા ટોળા ભેગા કરી બેદરકારી દાખવી રહ્યા છે.નિઝર તાલુકાના વેલદા ગામે રહેતા અને બીઆરસીમાં પટાવાળા તરીકે નોકરી કરતાં જોગાભાઇ ભીખાભાઇ પાડવીની પુત્રીના મંગળવારે રાત્રીના સમયે યોજાયેલા લગ્નપ્રસંગે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હતી અને આ મેળાવડામાં ભેગા થયેલ લોકોએ કોઈ પણ જાત ના ડિસ્ટન્સની પરવા કર્યા વિના ડી.જે ની તાલે ગરબા રમ્યા હતા અને ડાન્સ કર્યો હતો.આયોજકો એવાં જોગાભાઇએ લગ્ન પ્રસંગે છપાવેલ કંકોત્રી માં પણ ડીજે સહિતનો નાચ ગાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાની બાબત નો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે પોલીસ તંત્ર આ બાબતે ઊંઘતું ઝડપાયું છે.

બુધવારે સવારે વેલદા ગામે લગ્નપ્રસંગે હજારો લોકો ગરબે ઘૂમતા હોવાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જાગ્યા હતા.પોલીસ તંત્ર દ્વારા લગ્નના આયોજકો એવાં જોગાભાઇ પાડવી અને ડી જે ના માલિક દિલીપ વિરજી કોટવાળીયા અને આશિષ રામજી વસાવા બંને (રહે.સાદડાપાણી તા.ઉમરપાડા) સામે જાહેરનામાં ભંગ બદલ નિઝર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આમ પહેલા ડોસવાડા ગામે અને હવે વેલદા ગામે હજ્જારોની સંખ્યામાં લોકો ભેગા કરી નાચગાન કરવાના બનાવ નોંધાયા છે ત્યારે જવાબદાર લોકો સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે એ હાલના તબક્કે જરૂરી બની ગયું છે.

અગાઉ માજી મંત્રીની પૌત્રીની સગાઇમાં ભીડ થઇ હતી
તાપી જિલ્લામાં કોરોના ગાઇડલાઇન નો ભંગ કરી ડોસવાડા ગામે માજી મંત્રી કાંતિભાઈ ગામિતે પૌત્રી ની સગાઈ પ્રસંગે મોટી ભીડ ભેગી કરવાનો બનાવ ગત પહેલી ડિસેમ્બરે નોંધાયો હતો.આ બનાવ અંગેની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઇ હતી અને જે તે સમયે માજી મંત્રી સહીત કુલ 19 જેટલા લોકો સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આમ આ બનાવ ને હજી માત્ર ત્રણ માસ નો સમય પણ પૂરો નથી થયો ત્યાં વેલદા ગામે લોકટોળા ભેગા થયા હોવાનો બનાવ નોંધાતા જિલ્લામાં તરેહ તરેહ ની ચર્ચા થઇ રહી છે.
લગ્નમાં હાજર લોકોના ટેસ્ટ થશે

હાલ અમે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ વેલદા ગામે મોકલીએ છે અને લગ્નમાં હાજર રહેલા અને શંકાસ્પદ લોકોના કોરોના અંગેના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરાવીશું.પોલીસતંત્ર પણ તાપી જિલ્લામાં આ રીતના મોટા આયોજન ન થાય એ બાબતનું ધ્યાન રાખે એ પણ એટલું જ જરૂરી છે. > સુરજભાઈ વસાવા, પ્રમુખ,જિલ્લા પંચાયત,તાપી

​​​​​​​હજારોની ભીડ જામી છતા પોલીસ ઉંઘતી રહી
વેલદા ગામેે આટલા મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હોવા છતાં એની જાણ નિઝર પોલીસને થઇ ન હતી.પોલીસની બેદરકારી પણ ખુલી ને બહાર આવી હતી.આ બનાવ સંદર્ભે બેદરકારી દાખવનાર સ્થાનિક પીએસઆઇ નિખિલ ભોયે અને બીટ જમાદાર ગણપતસિંહ રૂપસિંહ ને જિલ્લા પોલીસ વડા એ સસ્પેન્ડ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો