લોકડાઉન:મિત્રનો વિશ્વાસ કેળવી ATMમાં જવાનું કહી યુવક કાર લઈને ઉત્તરાખંડ પહોંચી ગયો

સોનગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીને આઈસ્ક્રીમ ખાતા મૂકી આરોપી એટીએમમાં ગયા બાદ કાર લઈ રફુચક્કર

તાપી જિલ્લાના બાજીપુરા ખાતે રહેતા એક વ્યાપારી વ્યારાથી પોતાના એક મિત્રને બેસાડી સોનગઢ ખાતે આવ્યા હતા. આ બંને મિત્રો આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં હતા ત્યારે વેપારી સાથે આવેલ મિત્રએ એટીએમ જવાનું બહાનું કરી હોન્ડાસીટી કાર લઈ નીકળ્યા બાદ ઉત્તરાખંડ નાસી ગયો હતો.

બાજીપુરા રહેતા નવીનભાઈ ચૌધરી પેટ્રોલપંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અવારનવાર વ્યારા અને સોનગઢ આવતાં જતા રહે છે. એઓ વ્યારા આવે ત્યારે એમના મિત્ર નરેશભાઈની દુકાને બેસતા હતા. ત્યાં જ માજિદ અને વિકાસ અનિલભાઈ ચૌધરી (હરબતપૂર ગામ (જિલ્લો, દહેરાદુન, ઉત્તરાખંડ) સાથે પરિચય થતાં મિત્રતા બંધાઈ હતી. ગત 20મી ફેબ્રુઆરીએ નવીનભાઈ  પોતાની હોન્ડાસીટી કાર નંબર (GJ-26- N-1999) લઈ સોનગઢ ખાતે આવેલ ટ્રાઇબલ સબ પ્લાનની કચેરીએ જવા નીકળ્યા હતા. ત્યારે વિકાસનો ફોન આવ્યો હતો કે મને પણ સોનગઢ લઈ જાવો આથી બંને મિત્રો કારમાં સોનગઢ જવા નીકળ્યા હતા. સોનગઢ ખાતે એક પાર્લરમાં બંને જણા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા ત્યારે વિકાસે કારની ચાવી માંગી જણાવ્યું કે હું એટીએમમાં જઈને આવું છું. ત્યારબાદ એ આવ્યો ન હતો. આખરે બાલુભાઈ ઘરે આવી ગયા હતા. બીજે દિવસે વિકાસને ફોન કરતા એણે જણાવ્યું કે મને રાજસ્થાન પોલીસ કાર સાથે ઉઠાવી લાવી છે. બાદમાં એનો ફોન બંધ હતો.

વિકાસના ભાઈ અને પિતા સાથે સંપર્ક થતા એમણે જણાવ્યું કે વિકાસ અને તમારી કાર અહીં જ છે. વિકાસ પાસે તમે ત્રણ લાખ લીધા હતા એ પરત આપી દો તો તમને કાર મળશે. આ સાંભળી નવીનભાઈ બાલુભાઈએ ફોન પર જણાવ્યું કે મેં વિકાસ પાસે કોઈ રૂપિયા લીધા નથી. બાદમાં મોબાઈલ બંધ થયો હતો. આખરે નવીનભાઈએએ વિકાસ ચૌધરી સામે 5 લાખની  કાર વિશ્વાસ કેળવી છેતરપિંડી કરી નાસી ગયા સંદર્ભે ફરિયાદ લખાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...