તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બાઈક પરથી ઉછળીને રસ્તા પર પટકાયેલી મહિલા મોતને ભેટી

સોનગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઈને મળી પરત વ્યારા આવતી મહિલાને અકસ્માત

સોનગઢના ડોસવાડા પાટિયા પાસે રસ્તા પર પડેલા ખાડામાં બાઇક પડતા પાછળ બેસેલી મહિલા રસ્તા પર ફેંકાઇ હતી. આ બનાવમાં ગંભીર ઇજા પામેલા મહિલાનું મોત નીપજ્યું હતું.

વ્યારાના કાનપુરા નવી વસાહત ખાતે રહેતા રમેશભાઈ સુરેશભાઈ રાઠોડ ગત 22મી ઓગસ્ટના દિવસે પોતાની માતા મનુબહેન સુરેશભાઈ રાઠોડ (50)ને બેસાડી નવાપુર ખાતે રહેતા પોતાના મામાના ઘરે ગયા હતા. એ જ દિવસે બપોર બાદ તેઓ બાઈક પર પરત વ્યારા આવવા માટે નીકળ્યા હતા.રમેશભાઈ બપોરે ચાર કલાકના અરસામાં ડોસવાડા ગામની સીમમાં આવેલ ઝીંક કંપની પાસેથી પસાર થતા હતા ત્યારે રોડ પર અચાનક એક ખાડો આવી ગયો હતો.

આ સમયે રમેશભાઈ પોતાની બાઈક પૂરઝડપે હંકારતા હોય બાઈક કંટ્રોલ થઈ ન હતી અને જેથી પાછળ બેઠેલા મનુબહેન રાઠોડ ઉછળી ને રોડ પર પટકાયા હતા.આ અકસ્માતમાં મનુબહેન ને માથામાં અને શરીર ના અન્ય ભાગો એ ગંભીર ઇજા થઇ હતી જેથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...