સોનગઢ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ માસ થી વોન્ટેડ આરોપી બાતમી ના આધારે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. સોનગઢ પોલીસ મથકે નોંધાયેલા ગુના રજી નંબર 224/22 પ્રોહી.એક્ટ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી દિવ્યેશ ઉર્ફે દેવલો ગણેશભાઈ ઉર્ફે ગુણવંત ભાઇ ચૌધરી રહે.મંગળીયા ગામ, નિશાળ ફળીયુ, તા.ડોલવણ જિ.તાપી સોમવારે સોનગઢ-વ્યારા હાઇવે પર આવેલા ડોસવાડા ગામના પાટિયા પાસે આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી.
આ આધારે તપાસ કરતાં ડોસવાડા ગામ પાસે થી વોન્ટેડ દિવ્યેશ ઉર્ફે દેવલો મળી આવતાં તેને અટકમાં લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન સોનગઢ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ હોવાનુ અને પોતાની ધરપકડ ટાળવા સારું છેલ્લા ત્રણ માસ થી નાસતો ફરતો હોવાની કબૂલાત આપી હતી, જેથી આરોપી દિવ્યેશ ઉર્ફે દેવલા વિરુધ્ધ સી.આર.પી.સી. કલમ- 41 (1) I મુજબની કાર્યવાહી કરી આગળ ની કાર્યવાહી માટે સોનગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.