તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:ટ્રાયબલ કચેરી પાસે નિઝરના ધારાસભ્યએ માંગેલી મોટાભાગની માહિતી આપી દેવાઈ

સોનગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે માસથી ધારાસભ્ય દ્વારા માગવામાં આવેલ માહિતી આપવામાં આવતી ન હતી

સોનગઢ ટ્રાયબલ સબ પ્લાન કચેરી દ્વારા નિઝરના ધારાસભ્ય દ્વારા માગવામાં આવેલી માહિતી આપવામાં ન આવતા ધારાસભ્યએ ગુરુવારથી ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. જો કે કચેરી દ્વારા બે દિવસમાં 70 % માહિતી આપી દેવામાં આવતા ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ રદ કર્યા હોવાની જાહેરાત ધારાસભ્યએ કરી હતી.

નિઝર-સોનગઢના ધારાસભ્ય સુનિલ ગામિતે સોનગઢ ટ્રાયબલ સબ પ્લાન કચેરી ખાતે 26/6ના રોજ પત્ર લખી કચેરી દ્વારા ગ્રાન્ટ અને તેની ફાળવણી અને અમલીકરણ એજન્સી બાબતે ત્રણ ચાર વર્ષની માહિતી માંગી હતી. સુનિલભાઈના જણાવ્યા પ્રમાણે તાપી બીજેપીના માજી પ્રમુખ બીપીનભાઈ ચૌધરીએ ટ્રાયબલ સબ પ્લાન કચેરી દ્વારા ફાળવવામાં આવતા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. એ સંદર્ભે ખરેખર શુ છે એ જાણવા જૂનમાં પત્ર પાઠવી વિવિધ માહિતી માંગી હતી. માહિતીઓ આપવા કચેરી અને એજન્સી ગલ્લા તલ્લા કરતી હતી.

માહિતી સત્વરે આપવા ધારાસભ્યએ બે પત્ર પણ લખ્યાં હતા, પરંતુ અધિકારીઓએ યોગ્ય જવાબ આપ્યા ન હતા.આખરે બે માસ પૂર્ણ થવા પર માહિતી ન મળે તો 26મી ઓગસ્ટથી ટ્રાયબલ કચેરીએ ઉપવાસ પર બેસવા ધારાસભ્યએ જાહેરાત કરી હતી.

લગભગ 70% જેટલી માહિતી આપી
આ બાબતે સરકારના વહીવટ બાબતે લોકોમાં ખોટો મેસેજ જતો હોવાથી ઉપલા લેવલથી પણ ધારાસભ્યને માહિતી આપવા દબાણ વધતા ગત બે દિવસમાં ધારાસભ્યએ માંગેલી માહિતીના પ્રમાણમાં લગભગ 70 % માહિતી આપી દેવાઈ હતી. જેથી ગુરુવારે ધારાસભ્ય અને અન્ય આગેવાનો ટ્રાયબલ કચેરીએ આવ્યા હતા અને ચર્ચા કરી હતી. અધિકારીઓએ બાકી માહિતી પણ ઝડપથી આપવાની ખાતરી આપી હતી, જેથી ઉપવાસ સહિતનું આંદોલન રદ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...