તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવક:ઉકાઈ ડેમની સપાટી 328.91 પર પહોંચી, હાલ 65 % પાણીનો સંગ્રહ

સોનગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે ડેમમાં 27192 ક્યુસેક પાણીની આવક થઇ

ઉકાઈ ડેમમાં ઉપરવાસ માંથી ધીમી ગતિએ પાણીની આવક સતત જળવાયેલા રહેલી હોવાથી ડેમની સપાટી વધીને શુક્રવારે સાંજે ડેમની સપાટી 328.91 પર પહોંચી હતી. કોરોના મહામારીના પગલે લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને કામધંધા ફેકટરીઓ બંધ થઇ ગઈ હતી અને લોકોએ મોટે પાયે સ્થળાન્તર પણ કર્યું હતું જેથી પાણી નો વપરાશ ઘટ્યો હતો.

કેનાલ મારફત 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું
એ સાથે જ ગત વર્ષે 2019 માં 13 વર્ષ બાદ ઉકાઈ ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે 345 ફુટ ભરાઈ ગયો હતો અને વધારાનું પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું. આ કારણે જૂન-2020 માં પહેલી જૂને ડેમની સપાટી 320 ફુટ જેટલી ઉંચી રહેવા પામી હતી. જુલાઈ માસમાં ઉપરવાસમાં પડેલ વરસાદના પગલે ડેમની સપાટી માસ ના અંતે 326.40 ફુટ સુધી પહોંચી હતી. ઓગસ્ટ માસના પહેલા સપ્તાહમાં પણ ધીમી ધારે પાણીની આવક યથાવત રહેતા 7 મી ઓગસ્ટે સાંજે ડેમની સપાટી 328.91 પર પહોંચી હતી. સાંજે ડેમમાં પાણીની આવક 27192 ક્યુસેક જયારે કેનાલ મારફત 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું.

ગત વર્ષે આ સમય પાણીની ભરપૂર આવક હતી
ઉકાઈ ડેમમાં કુલ 7414 MCM પાણીનો સંગ્રહ થઇ શકે છે એના પ્રમાણમાં હાલ 4833 MCM પાણી ડેમમાં સંગ્રહ થઇ ચૂક્યું છે જે 65% જેટલું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સાતમી ઓગસ્ટ થી દશમી ઓગસ્ટ દરમિયાન ડેમમાં 1 લાખ ક્યુસેક થી માંડી 4.5 લાખ ક્યુસેક પાણીની આવક ડેમે તેની રુલ લેવલ સપાટી 335 ફુટને પણ વટાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...