તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:બેડકુવાદૂરથી ઘાસિયામેઢા સુધીનો રસ્તો 3 વર્ષથી બિસમાર હોય લોકોને પડતી મુશ્કેલી

સોનગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાસ કરીને અપડાઉન કરતા લોકો અને ખેડૂતોને તકલીફ

વ્યારાના બેડકુવાદૂર ગામ અને સોનગઢના ઘાસિયામેઢા ગામને જોડતો અને કાળા વ્યારાથી ઘાસિયામેઢા ગામનો રસ્તો હાલ બિસમાર છે. આ રસ્તો રિપેર કરવા ગ્રામજનોએ સરકારી તંત્ર પાસે રજૂઆત કરી હતી પરંતુ હજી સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આ સંદર્ભે ગામના વતની અને હાલ મઢીના બેડી ફળિયામાં રહેતા હસુભાઈ ઘંટીવાળાએ કરેલી લેખિત રજૂઆત પ્રમાણે રસ્તા પર મોટા પથ્થરો બહાર નીકળી આવ્યા છે, જેના કારણે બાઈકના ટાયરમાં પંકચર પડે છે.

એ સાથે જ રસ્તા પર ખાડાને કારણે નીકળી આવેલા કપચીના ટુકડાને કારણે પસાર થતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ શરૂ થવાનો છે ત્યારે રસ્તા પર પડેલા ખાડામાં પાણી ભરાવાની સંભાવના છે જેથી પાણી ભરેલા ખાડાનો અંદાજ વાહનચાલકોને નહિ આવતા અકસ્માત થવાની સંભાવના છે. હાલમાં રસ્તા પર પડેલા ખાડાને કારણે ખાસ કરીને ગામમાંથી દરરોજ અપડાઉન કરતા લોકો અને ખેડૂતોને તકલીફ પડી રહી છે ત્યારે હાલ આ રોડ ખાડા પૂરવા અને બાદમાં રસ્તાનું નવીનીકરણ કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...